બાળકના મોઢામાં પ્લાસ્ટિકનું ટીધર ભરાવી દેતાં હો તો સાવધાન

નવજાત શિશુને રડતું અટકાવવા માટે ક્યારેક મમ્મીઓ તેમના મોઢામાં પ્લાસ્ટિકનું ટીધર ભરાવી દે છે અને બાળક તેને ચુસ્યા કરે છે અને પોતાની મસ્તીમાં મસ્ત બની જાય છે. મમ્મીને નિરાંત અાપતું અા સાધન અનેક ગંભીર રોગોને અામંત્રણ અાપી શકે છે. અમેરિકન કેમિકલ સોસાયટીના જણાવ્યા મુજબ પ્લાસ્ટિકના પેસિ‍ફાયરમાં બીપીએ નામનું કેમિકલ હોય છે. લગભગ ૫૯ જાણિતી કંપનીઓમાં પેસિફાયરની તપાસ કરવામાં અાવી હતી. તમામ પેસિફાયરમાં બીપીએ અથવા બીપીએસ નામનું તત્વ હતું. જે હોર્મોનમાં ગરબડ કરી શકે છે.
http://sambhaavnews.com/

You might also like