બાળકોને ચોક્કસ પ્રકારની ખાદ્યચીજોની એલર્જી હોય તો અસ્થમાનું જોખમ વધે

નાના બાળકોને ખાવાની અમુક ચીજો ન સદે એવું બની શકે છે. પણ જો ચોક્કસ પ્રકારની ખાદ્ય ચીજોથી તેમને એલર્જી થઇ જતી હોય તો એ જોખમી છે. કેમ કે એલર્જી ઇમ્યુન સિસ્ટમની ગરબડ દર્શાવે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકોને ફૂડ પ્રોડકટસની એલર્જી હોય તો તેમને અસ્થમા થવાના ચાન્સીસ વધુ હોય છે.

અસ્થમા પણ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે. ફિલાડેલ્ફિયામાં આવેલી ‌ચિલ્ડ્રન હોસ્પિટલના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે બાળકોને નાનપણમાં કયારેક ખાવાની ચીજોનું રિએકશન આવતું હોય તેમને ખરજવું, અસ્થમા તેમજ એલર્જીક રાનાઇટીસ એટલે કે નાનકી અંદરના ટિશ્યૂઝમાં વારંવા ઇન્ફેકશન થવાના ચાન્સીસ વધી જાય છે. સિંગદાણા, દૂધ, ફિશ, ઇંડા, સોયાબીન, તલ જેવી ચીજોની એલર્જી બાળકોમાં સૌથી વધુુ જોવા મળે છે.

You might also like