સાવધાન! તમારું બાળક રોજ ત્રણ કલાક ટીવી તો નથી જોતું ને

લાંબા સમય સુધી ટીવી સામે બેસી રહેવાની અાદત ખતરનાક છે તે માટે અનેક સંશોધનો થયા છે. મોટા લોકો તો નહીં પરંતુ બાળકોમાં અાજકાલ અા અાદત વધુ જોવા મળે છે. કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ ફરી એક સંશોધન કર્યું છે અને જણાવ્યું છે કે ટીવી જોવાના કારણે માનસિક સ્વાસ્થ્ય નહીં પરંતુ મગજ પણ ખરાબ થાય છે.

રોજ ત્રણ કલાક કે તેથી વધુ સમય ટીવી જોવામાં અાવે તો મીડલ એજમાં નુકસાન થઈ શકે છે. ટીવી જોવાના લીધે શારિરીક પ્રવૃતિ ઘટી જાય છે અને તેથી બ્લડપ્રેશર તેમજ ઓબેસિટી જેવા રોગોનું જોખમ વધે છે.

ટીનએજ અથવા તો યંગએજમાં લાંબો સમય મગજ અને શરીર વાપર્યા વગર ટીવી સીમે બેસી રહેવાથી મગજ અને શરીરના સંયોજનથી થતી પ્રવૃતિઓ ખોરવાય છે અને શારીરિક પ્રવૃતિ પરનો મગજનો કન્ટ્રોલ ઘટે છે, માહિતીનું પ્રોસેસિંગ કરવાની ઝડપ, બોલતી વખતે શબ્દ ભંડોળનો વપરાશ, બોલેલું યાદ રાખવાની ક્ષમતા પણ ઘટી જાય છે.

You might also like