બાળકને બુદ્ધિશાળી બનાવવું હોય તો એક્સર્સાઇઝ કરાવો

જે બાળકો નિયમિત રીતે ફિઝિકલ એક્ટિવિટીમાં ભાગ લેતા હોય તેમનું મગજ સારું કામ કરે છે અને તેમની બુદ્ધિશક્તિ ખીલે છે. તેની અસર ભણતર પર પણ પડે છે. નિયમિત રીતે એક્સર્સાઇઝ કરતા અથવા રમતગમતમાં સક્રિય બાળકોના મગજની કાર્યક્ષમતા સારી હોય છે. બુદ્ધિ શક્તિ ખીલેલી હોવાથી આવાં બાળકોની શીખવાની ક્ષમતા પણ વધે છે. તેમનો આત્મવિશ્વાસ પણ સારો હોય છે. બાળપણથી જ સક્રિય જીવનના કારણે મોટા થયા બાદ તેમને ટાઇપ – ૨ પ્રકારનો ડાયાબિટીસ કે હાર્ટ ડિસીસનું જોખમ પણ ઘટે છે.

You might also like