બાળકોના પેટમાં ડબલ શુગર ધકેલે છે હેલ્ધી સ્મૂધી અને ફ્રૂટ જ્યૂસ

હેલ્થના નામે અાજકાલ એટલીબધી પ્રોડક્ટ માર્કેટમાં ઠલવાઈ રહી છે કે પસંદગીમાં ગોથાં ખાઈ જઈએ. બાળકોના વિકાસ માટે પેરન્ટ્સ તેને ફ્રૂટ્સની સ્મૂધી અને જ્યૂસ અાપતા હોય છે, પરંતુ જો એમાંથી કશું પણ ઘરે તૈયાર કરવાને બદલે બહારથી રેડીમેડ લાવેલા હો તો જરા ચેતી જવા જેવું છે. ઈંગ્લેન્ડના પબ્લિક હેલ્થ વિભાગે ગયા અઠવાડિયે જાહેર ચેતવણી બહાર પાડીને તંદુરસ્તી માટે એની ભુમિકાને ડાઉનગ્રેડ કરી છે. તેમના કહેવા પ્રમાણે હેલ્થ ડ્રિન્ક તરીકે પ્રમોટ થતા અા સ્મૂધી પ્લસ જ્યૂસના લંચબોક્સ સાઈઝના પેકેટમાં મિનિમમ ૧૦ ટેબલ-સ્પૂન જેટલી ખાંડ હોય છે, જે તેમની ડેઈલી શુગરની જરૂરિયાત કરતાં ક્યાંય વધી જાય છે.

You might also like