બાળકોના બેડરૂમમાં ટીવી હોય તો તેમના સ્થૂળતાનું જોખમ વધુ

યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનના સંશોધકોએ કરેલા અભ્યાસ મુજબ જે બાળકોના બેડરૂમમાં ટીવી હોય તેમનામાં સ્થૂળતાનું જોખમ વધારે રહે છે. સાતેક વર્ષની ઉંમરે બાળકો બેડરૂમમાં ટીવી જોવાનું શરૂ કરે તો તેઓ ૧૧ વર્ષના થાય ત્યાં સુધી તેમનામાં સ્થૂળતા પ્રવેશી ચૂકી હોય છે. છોકરીઓમાં અા જોખમ ૩૦ ટકા અને છોકરાઓમાં ૨૦ ટકા જેટલું વધુ જોવા મળે છે. તેનું કારણ એ છે કે બેડરૂમમાં ટીવી હોય તો બાળકોમાં ટીવી જોવાનું પ્રમાણ વધે છે અને શારીરિક મૂવમેન્ટ ઓછી થઈ જાય છે. તેમજ જંકફૂડ વધુ ખવાય છે.
http://sambhaavnews.com/

You might also like