ચાઈલ્ડ અાર્ટિસ્ટ મોટા થઈને બોલિવૂડમાં થયા સુપર ફ્લોપ

જુગલ હંસરાજઃ હાલમાં ૪૪ વર્ષના જુગલ હંસરાજે બાળકલાકાર તરીકે ‘માસૂમ’, ‘કર્મા’ અને ‘સલ્તનત’ જેવી ફિલ્મો કરી હતી. અભિનેતા તરીકે તેને ‘અા ગલે લગ જા’, ‘પાપા કહતે હૈ’, ‘મોહબ્બતેં’ અને ‘હમ પ્યાર તુમ હી સે કર બૈઠે’ જેવી ફિલ્મો કરી, પરંતુ તે ક્યારેય સારો અભિનેતા ન બની શક્યો.

હંસિકા મોટવાણીઃ ૨૫ વર્ષની હંસિકા મોટવાણીઅે ૨૦૦૩માં ‘હવા’, ‘કોઈ મિલ ગયા’ અને ૨૦૦૪માં ‘જાગો’ નામની ફિલ્મ કરી હતી, પરંતુ અભિનેત્રી બન્યા બાદ તે સફળ થઈ શકી ન હતી. તેણે ‘અાપકા સુરૂર’ અને ‘મની હૈ તો હની હૈ’ જેવી ફ્લોપ ફિલ્મો કરી.

સના સઈદઃ ૨૮ વર્ષની સના સઈદની બાળકલાકાર તરીકેની સુપરહિટ ફિલ્મ હતી ‘કુછ કુછ હોતા હૈ’. અા ફિલ્મમાં અંજલિ બનેલી અા છોકરીના પાત્રને કોઈ ભૂલી ન શકે. ત્યારબાદ તેણે ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ જેવી ફિલ્મો પણ કરી, પરંતુ મોટી થયા બાદ તેણે કરેલી ‘સ્ટુડન્ટ્સ અોફ ધ યર’ અને ‘ફુગલી’ ફિલ્મમાં તેની નોંધ પણ ન લેવાઈ.

કુણાલ ખેમૂઃ ૩૪ વર્ષના કુણાલ ખેમૂઅે ચાઈલ્ડ અાર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરી હતી. ૧૦ વર્ષની ઉંમરમાં તેણે પહેલી ફિલ્મ અાપી હતી. તેણે સલમાન ખાન, અામિર ખાન અને અજય દેવગણ સાથે ઘણી હિટ ફિલ્મો કરી. તેણે ‘સર’, ‘હમ હૈં રાહી પ્યાર કે’, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ભાઈ’, ‘જુડવા’ અને ‘દુશ્મન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ અભિનેતા તરીકે તેણે કરેલી ‘કલયુગ’, ‘ટ્રાફિક સિગ્નલ’, ઢોલ’, ગો ગોવા ગોન’ જેવી ફિલ્મો સુપર ફ્લોપ રહી. હાલમાં કુણાલ ખેમૂની અોળખ માત્ર સોહા અલી ખાનના પતિ તરીકે બનીને રહી ગઈ છે.

અાફતાબ શિવદાસાનીઃ ૩૮ વર્ષના અાફતાબે બાળકલાકાર તરીકે ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘શહેનશાહ’ અને ‘ચાલબાઝ’ જેવી ફિલ્મો કરી હતી, પરંતુ અિભનેતા તરીકે તેની ફિલ્મો દમદાર ન રહી. તેણે ‘મસ્ત’, ‘કસૂર’, ‘કયા યહી પ્યાર હૈ’, ‘હંગામા’, ‘શાદી કે પહલે’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી ફિલ્મો કરી.

ઊર્મિલા માંતોડકરઃ બાળકલાકાર તરીકે ઊર્મિલા માંતોડકરે ‘ક‌લયુગ’ અને ‘માસૂમ’ જેવી ફિલ્મો કરી હતી. ‘માસૂમ’ ફિલ્મમાં તેનો અભિનય ખૂબ જ યાદગાર હતો. અભિનેત્રી તરીકે ઊર્મિલાઅે ઘણી બધી ફિલ્મો કરી. ‘નરસિંહા’, ‘રંગીલા’, ‘જુદાઈ’, ‘સત્યા’, ‘પ્યાર તુને કયા કિયા’ જેવી ફિલ્મો કરવા છતાં પણ ઊર્મિલા ક્યારેય ટોચની અભિનેત્રી ન બની શકી.
http://sambhaavnews.com/

You might also like