સાવધાન! ચિકનગુનિયાની દવા ઝેર ફેલાવી રહી છે…

નવી દિલ્હી: એનએસએઆઈડીએસ અથવા દર્દ દૂર કરનારી સામાન્ય દવાઓ અથવા પેનકિલરથી શરીરમાં લોહીનું વહન ઝડપી થઈ જાય છે. તેથી ડેન્ગ્યુમાં આવી દવા નહિ આપવાની સલાહ આપવામા આવે છે. પરંતુ ચિકનગુનિયામાં ડોકટરો સાંંધાના દર્દમાંથી રાહત મળે તે માટે આવી દવાઓ લખી આપે છે. પરંતુ જાણવા મળ્યું છે કે આવી દવાઓથી ચિકનગુનિયાના દર્દી પર અવળી અસર પડતી હોય છે. જે જે તે દર્દી માટે ચિંતાની વાત છે.

આ અંગે સફદરગંજ હોસ્પિટલ,ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર અેન્ડ સાયન્સેજ, મૈકસ હોસ્પિટલ, સાકેત અને અન્ય ચિકિત્સા સંસ્થાઓના તબીબોનું કહેવુ છે કે ચિકનગુનિયાના કેટલાક દર્દીઓમાં કિડની અને લીવર તેટલી હદ સુધી ખરાબ થઈ ગયેલું જોવા મળ્યું છે કે તેનાથી જે તે દર્દીને ડાયાલિસિસ અને આઈસીયુમાં દાખલ કરવાની જરૂર પડે છે.

સફદરગંજ હોસ્પિટલમાં યુરોલોજી અને રેનલ ટ્રાન્સપ્લાન્ટ વિભાગના પ્રમુખ અને પ્રોફેસર ડો. અનુપકુમારે જણાવ્યું કે અમારી પાસે આવા ઓછામાં ઓછા ૫૦ વયોવૃદ્ધ દર્દી આવ્યા હતા. જેમને ચિકનગુનિયા થયા બાદ તેમને કિડનીની સમસ્યા ઊભી થઈ છે. ત્યારે આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યુ છે કે આવા દર્દીઓએ પેન કિલર વધુ પ્રમાણમાં લીધી હોવાથી આવી સમસ્યા ઊભી થઈ છે.

નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ મેડિસીન, મૈકસ સાકેત વિભાગના ચેરમેન ડો. દિનેશ ખુલ્લરે પણ જણાવ્યું કે તેમની હોસ્પિટલમાં પણ આવા પાંચ કેસ બહાર આવ્યા છે. અમે આવા કેસમાં જટિલ ઉપચાર કર્યો છે અને ડાયાલિસિસ કરવાની ફરજ પડી છે.

You might also like