ચિકનગુનિયા, ડેન્ગ્યુના મચ્છર ફૂલછોડવાળા ઘરમાં વધુ કેમ?

વારંવાર અખબારોમાં સમાચાર મળે છે કે પ્રમાણમાં સ્વચ્છ ગણાતા બિલ્ડિંગમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ ફેલાવનાર મચ્છરો મળી આવ્યા. ત્યારે નવાઈ લાગે કે આમ કેમ? રોગ ફેલાવનાર મચ્છરો પર સંશોધન કરનાર જંતુવિજ્ઞાની નિષ્ણાતો કહે છે કે મચ્છર ગંદા પાણીનાં ખાબોચિયાંમાં નથી થતા, એ સરસ સુગંધી ફૂલો ધરાવતા બગીચા અથવા ફૂલદાની પાસેના સ્વચ્છ પાણીમાં વધારે થાય છે.

એનું કારણ પણ નવાઈ પમાડે એવું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફલોરિડા અને અમેરિકાના ખેતીવાડી વિભાગના નિષ્ણાતોએ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગવાહક એશિયન ટાઈગર મચ્છરોનો અભ્યાસ કર્યો. એમાં જાણવા મળ્યું છે કે સ્વચ્છ પાણી ભરાઈ રહેતું હોય એવાં પાત્રોમાં જ આ મચ્છરની માદા ઈંડાં મૂકે છે. આ માદા મચ્છર આપણું(માણસોનું) લોહી તો ઈંડાંનું સર્જન કરવા માટે જરૂરી પ્રોટીન મેળવવા માટે જ પીએ છે. શક્તિ મેળવવા માટે તે ફૂલોનો મીઠો રસ ચૂસે છે.

ઈંડાં માટે જરૂરી પ્રોટીન ધરાવતું લોહી, મીઠો રસ ચૂસવા માટેનાં ફૂલ અને સ્વચ્છ સંગ્રહાયેલું પાણી; આ ત્રણેય બાબતો તેને સંપન્ન ઘરોમાં મળી રહે છે. એટલે આવાં ઘર ધરાવતી ઈમારતોમાં એમની વસતી સૌથી વધુ જોવા મળે છે. એમનાથી બચવું હોય તો ચોખ્ખા પાણીના દરેક વાસણને દર ત્રીજા દિવસે ખાલી કરવાનું રાખો અને હા, તાજાં ફૂલનાં કૂંડાં તો ઘરમાં બિલકુલ ન રાખો.

વારંવાર અખબારોમાં સમાચાર મળે છે કે પ્રમાણમાં સ્વચ્છ ગણાતા બિલ્ડિંગમાં ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ ફેલાવનાર મચ્છરો મળી આવ્યા. ત્યારે નવાઈ લાગે કે આમ કેમ? રોગ ફેલાવનાર મચ્છરો પર સંશોધન કરનાર જંતુવિજ્ઞાની નિષ્ણાતો કહે છે કે મચ્છર ગંદા પાણીનાં ખાબોચિયાંમાં નથી થતા, એ સરસ સુગંધી ફૂલો ધરાવતા બગીચા અથવા ફૂલદાની પાસેના સ્વચ્છ પાણીમાં વધારે થાય છે.

એનું કારણ પણ નવાઈ પમાડે એવું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફલોરિડા અને અમેરિકાના ખેતીવાડી વિભાગના નિષ્ણાતોએ ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવા રોગવાહક એશિયન ટાઈગર મચ્છરોનો અભ્યાસ કર્યો. એમાં જાણવા મળ્યું છે કે સ્વચ્છ પાણી ભરાઈ રહેતું હોય એવાં પાત્રોમાં જ આ મચ્છરની માદા ઈંડાં મૂકે છે.
આ માદા મચ્છર આપણું(માણસોનું) લોહી તો ઈંડાંનું સર્જન કરવા માટે જરૂરી પ્રોટીન મેળવવા માટે જ પીએ છે. શક્તિ મેળવવા માટે તે ફૂલોનો મીઠો રસ ચૂસે છે.

ઈંડાં માટે જરૂરી પ્રોટીન ધરાવતું લોહી, મીઠો રસ ચૂસવા માટેનાં ફૂલ અને સ્વચ્છ સંગ્રહાયેલું પાણી; આ ત્રણેય બાબતો તેને સંપન્ન ઘરોમાં મળી રહે છે. એટલે આવાં ઘર ધરાવતી ઈમારતોમાં એમની વસતી સૌથી વધુ જોવા મળે છે. એમનાથી બચવું હોય તો ચોખ્ખા પાણીના દરેક વાસણને દર ત્રીજા દિવસે ખાલી કરવાનું રાખો અને હા, તાજાં ફૂલનાં કૂંડાં તો ઘરમાં બિલકુલ ન રાખો.

You might also like