Categories: Top Stories

દિલ્હીના મુખ્યસચિવ સાથે મારપીટ મામલે AAPના MLA જરવાલની ધરપકડ, અન્ય ફરાર

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પર દિલ્હીના મુખ્ય સચિવ સાથે મારપીટ કરવાના મામલે આપ પાર્ટીના ધારાસભ્ય પ્રકાશ જરવાલની મંગળવારે રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, જરવાલની ધરપકડ તેમના દેવલી સ્થિત ઘરેથી કરવામાં આવી હતી. જો કે મારપીટમાં સામેલ આપના અન્ય ધારાસભ્ય અમાનતુલ્લા ખાન અને અન્ય ધારાસભ્ય ફરાર છે.

ફરાર ધારાસભ્યોની ધરપકડ માટે પોલીસની 12 ટીમો અલગ અલગ જગ્યાએ છાપા મારી રહી છે. બધા આરોપી ધારાસભ્યોના મોબાઈલ ફોન પણ બંધ આવી રહ્યા છે. પોલીસની ટીમ દિલ્હીની સાથે સાથે સમગ્ર યુપી, હરિયાણા અને રાજસ્થાનમાં પણ છાપો મારી રહી છે.

ધારાસભ્ય જરવાલ પર IPCની કલમ 186, 353, 323, 342, 504, 506 (2) અને 120 બી અને 34 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય સચિવ અંશુ પ્રકાશે ધારાસભ્યો પર આરોપ લગાવ્યો હતો કે, તેમને સોમવારે રાત્રે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે ધારાસભ્યોએ માર્યો હતો.

Navin Sharma

Recent Posts

પોલીસનો તો જાણે ડર જ નથીઃ અનેક વિસ્તારોમાં માથાભારે તત્ત્વોની ગુંડાગીરી

અમદાવાદ: ઉત્તરાયણના પર્વ દરમિયાન અસામા‌જિક તત્ત્વો બેફામ બનતાં શહેરમાં મારામારીના નાના-મોટા અનેક બનાવ બન્યા છે, જેમાં પોલીસે ક્યાંક રાયો‌િટંગનો તો…

3 hours ago

વાઈબ્રન્ટ સમિટના આમંત્રિતોની યાદીમાંથી અનિલ અંબાણીની બાદબાકી

અમદાવાદ: ૧૮મી જાન્યુઆરીથી શરૂ થનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦૧૯માં દેશના ૧૯ અગ્રણી ઉદ્યોગ સંચાલકો અને સીઇઓ ઉપસ્થિત રહેનાર છે.…

3 hours ago

યુવકે ઝેર પીધુંઃ જેલ સહાયક પત્ની, પીએસઆઈ સહિત પાંચ સામે ફરિયાદ

અમદાવાદ: શહેરના સેન્ટ્રલ જેલના સ્ટાફ ક્વાર્ટર્સની બહાર એક યુવકે તેની પત્નીના ત્રાસથી ઝેરી દવા પીને આપધાત કરી લેતાં ભરૂચના પીએસઆઇ…

3 hours ago

કર્ણાટક સરકાર બે દિવસમાં ઊથલી જશેઃ ભાજપના એક પ્રધાનનો દાવો

બેંગલુરુ, બુધવાર કર્ણાટકની કોંગ્રેસ-જદ (એસ) ગઠબંધન સરકારથી બે અપક્ષ ધારાસભ્યએ ટેકો પાછો ખેંચી લીધા બાદ મહારાષ્ટ્રમાંથી ભાજપના એક પ્રધાને એવો…

4 hours ago

ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો અમલ કરાશેઃ જાવડેકર

નવી દિલ્હી: આર્થિક આધારે અનામત બાદ મોદી સરકારે એક નવો માસ્ટર સ્ટ્રોક માર્યો છે. હવે ખાનગી ક્ષેત્રની શૈક્ષણિક સંસ્થાઓમાં પણ…

4 hours ago

દિલ્હીમાં કોલ્ડવેવનો એટેકઃ ૧૪ દિવસમાં ૯૬ લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: પહાડી વિસ્તારોમાં ભારે બરફ વર્ષાએ રાજધાની દિલ્હી સહિત મેદાની વિસ્તારોમાં પારો નીચો લાવી દીધો છે. ઠંડી હવાઓને લીધે…

4 hours ago