બલૂચના નેતાઓએ માન્યો PM મોદીનો આભાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 70માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલા કિલ્લા પરથી આતંકવાદને લઇને પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પીએમએ પોતાના ભાષણમાં બલૂચિસ્તાન, ગિલગિટ અને પીઓકેનો ઉલ્લેખ કર્યો હતો. પીએમના ભાષણ પછી બલૂચ નેતાઓએ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

પીએમ મોદીના ભાષણ પછી બલૂચ નેતાઓએ તેમના ભાશણનું સ્વાગત કર્યું. બલૂચ રિપબ્લિકન પાર્ટીના નેતા આશરફ શેરજાનએ કહ્યું કે અમે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરવા ઇચ્છીએ છીએ કે તેમણે બલૂચિસ્તાનનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉઠાવ્યો. શેરજાને કહ્યું કે ભગવાન કરે અમે ભારત અને બલૂચિસ્તાનનો સ્વતંત્ર દિવસ એક સાથે ઉજવીશું. જય હિન્દ.


તો બીજી બાજુ બલૂચ રિપબ્લિક પાર્ટીના ચીફ બ્રાહુમ બાગ બુગતીએ પણ પીએમના ભાષણનું સ્વાગત કર્યું. તેમણે પમ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. બુગતીએ કહ્યું કે શાહરૂખ ખઆન અને અમિતાભ બચ્ચનના ઘણા બધા ચાહકો છે અને ઇચ્છીએ છીએ કે તેઓ બલૂચિસ્તાન પર ફિલ્મ બનાવે, તેમણે કહ્યું કે અમિતાભ તેમના દાદાનું પાત્ર જોરદાર નિભાવી શકશે.

You might also like