વડોદરામાં મુખ્યમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલો, 2000 કરોડનું કૌભાંડ આવ્યું બહાર

વડોદરા મહાનગરપાલિકાના મુખ્યમંત્રી આવાસ યોજનામાં રૂ.2000કરોડનું કૌભાંડ બહાર આવતાં ખળભળાટ વ્યાપી ગયો છે. પીપીપી ધોરણે કરવામાં આવતા આ કામમાં ટેન્ડરની શરકોનો ભંગ કરીને માનીતાને કોન્ટ્રાકટ આપીને નિયમોનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે.

આ પદ્ધતિ સામે ટેન્ડર રદ કરવાની કમિશનરે ભલામણ કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવો વડોદરાના મનપાના વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યો હતો.તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ટેન્ડરની શરતોનો ભંગ કરીને સાઈ રુચિ કંપનીએ આખી જગ્યા કોર્ડન કરી કામ ચાલુ કરી દીધું હતું.

આ કંપનીને બચાવવા માટે મેયર ખુદ ભરત ડાંગર મેદાને પડયા છે એટલું જ નહીં મેયર ભરત ડાંગર ધારાસભ્ય યોગેશ પટેલને સાથે રાખીને મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવા ગયા હતા.જો કે, આ મામલે યોગેશ પટેલે બચાવ કર્યો હતો કે, આ બાબતમાં પોતાની કોઈ ભૂમિકા નથી.

You might also like