“અયોધ્યામાં બનશે ભગવાન શ્રી રામની દર્શનીય મૂર્તિ, ત્યાં મંદિર હતું, છે અને રહેશે”: CM યોગી

ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાનાં અયોધ્યાની મુલાકાત દરમ્યાન સવારનાં 8:00 કલાકે હનુમાનગઢીમાં દર્શન પૂજન કર્યું. ત્યાર બાદ રામલલાનાં દર્શન કર્યા. સીએમ યોગી દિગંબર અખાડા અને સરયૂ ઘાટ પહોંચ્યાં. તેઓએ સુગ્રીવ કિલ્લા, મહંત નૃત્ય ગોપાલ દાસ સહિત ભક્તમાલમાં જઇને સાધુ સંતો સાથે મુલાકાત કરી. ત્યાર બાદ દિગંબર અખાડામાં નાસ્તો કરીને શ્રીરામની સ્થાપિત થનારી પ્રતિમા સ્થળનું નિરીક્ષણ કર્યું.

આ દરમ્યાન મીડિયા સાથે વાતચીત કરતા સીએમ યોગીએ કહ્યું કે, અયોધ્યામાં ભગવાન શ્રીરામની એક દર્શનીય મૂર્તિ સ્થાપિત થશે. આને માટે ચર્ચા પણ ચાલી રહી છે. સીએમ યોગીએ એમ પણ જણાવ્યું કે, તેઓએ મૂર્તિનાં સ્થાપિત કરવા માટે જગ્યા જોઇ છે. અયોધ્યાને માટે સરકારે યોજનાઓ બનાવી છે કે જેનાં પર જલ્દીથી કામ થશે.

આ દરમ્યાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, અયોધ્યામાં ભગવાન રામની દર્શનીય મૂર્તિ બનશે. અયોધ્યામાં રામલીલા જ છે, મંદિર હતું અને રહેશે. તેઓએ કહ્યું કે, સરકાર સંવૈધાનિક દાયરામાં રહીને તમામ વિકલ્પો પર વિચાર કરી રહેલ છે. કેટલાંક વર્ષમાં અયોધ્યા ઉત્તમ નગરીનાં રૂપમાં વિકસિત થશે. આ દરમ્યાન સીએમ યોગીએ કહ્યું કે, અયોધ્યામાં વિધવા અને અનાથ બાળકોને માટે એક આશ્રમ બનાવવા પર વિચાર કરવામાં આવી રહેલ છે. આ આશ્રમનું નામ માતા કૌશલ્યાનાં નામ પર રહેશે.

You might also like