તેલંગાણાનાં શિશુગૃહમાં ખાવાનું ના પાડનાર બાળકોને ચમચી વડે ડામ

કરીમનગર : તેલંગાણાનાં કરીમનગરનાં શિશુગૃહમાં બાળકો સાથે અત્યારાચનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બાળક દૂધ પિવાની ના પાડે છે તો તેને ગરમ ચમચા વડે ડામ આપવામાં આવ્યા હતા. આ વીડિયો સામે આવતાની સાથે જ વાઇરલ થયો છે. સુત્રો અનુસાર આ ઘટના 15 એપ્રીલની છે. જ્યારે જમવાનો ઇન્કાર કરનાર સાત બાળકોને સેન્ટરમાં કામ કરનારી એક મહિલાએ ચમચી ગરમ કરી કરીને ડામ આપ્યા હતા.

સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઇ ગઇ હતી. જો કે ICDSનાં અધિકારીઓના ધ્યાને આ બાબત મુકવામાં આવી હતી. જો કે અધિકારીઓ દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા. અધિકારીઓને બાળકોનાં શરીર પર રહેલા નિશાન પણ દેખાડવામાં આવ્યા હતા. જો કે કોઇ પગલા નહી લેવાતા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. કલેક્ટર નીતુ પ્રસાદ દ્વારા તુરંત પગલા લેવાતા જવાબદાર મહિલાઓ સામે તુરંત જ પોલીસ કાર્યવાહી કરવા માટેનાં આદેશો અપાયા હતા.

તેલંગાણાનાં બાળ અધિકાર પંચે કરીમનગરનાં કલેક્ટરને નોટિસ આપી છે. કલેક્ટરે સમગ્ર મુદ્દે શું પગલા ભર્યા તેનો અહેવાલ રજુ કરવા માટે જણાવ્યું છે. કલેક્ટર દ્વારા હાલ તમામ બાળકો તે જ સેન્ટરમાં હોવા ઉપરાંત તમામ સલામત હોવાની વાત પણ કરવામાં આવી છે. જો કે તાત્કાલીક અસરથી શિશુગૃહનાં મેનેજર ઇ. દેવરાજ તથા સામાજીક કાર્યક્ર શ્રીલતાનેને ફરજમુક્ત કરી દેવાયા છે. જ્યારે આ અંગે પોલીસ રાહે તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેનાં પણ આદેશો અપાયા છે.

You might also like