દાઉદ- છોટા શકિલ વચ્ચે વિવાદ, ISI એ કર્યા સમાધાનના પ્રયાસ

ભારતના ઈન્ટેલિજેંસના અધિકારીથી મળેલ માહિતી મુજબ શકીલ અને દાઉલ બન્ને અલગ થયા છે. વર્ષો સુધી સાથે કામ કરીને વિશ્વમાં પોતનો દબદબો કરતા એવા દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ હવે અલગ થયા છે. ઉલ્લેખનીય છે કે મહત્વનુ છે કે, શકીલ 1980માં મુંબઈ છોડયા બાદ દાઉદની પાસે કરાચીના રેડક્લિફ વિસ્તારમાં રહેતો હતો. ત્યારે હવે શકીલે આ વિસ્તાર છોડીને કોઈ અલગ વિસ્તારમાં પોતાનુ સ્થળ બનાવ્યુ છે.

જોકે હાલમાં શકીલ કયા વિસ્તારમાં રહે છે તે કોઈને પણ ખબર નથી. સૂત્રો પાસેથી મળેલ માહિતી મુજબ દાઉદના સૌથી ખાસ અને કરીબી લોકોમાથી એક શકીલ છે. અને તેઓ છેલ્લા 3 દશકોમાંથી જોડે છે. બન્નેએ સાથે મળીને ગેંગ બનાવ્યુ છે. શકીલની ઉમર હાલમાં 50ની આસપાસ છે. બન્નેના વચ્ચે હાલમાં દાઉદના નાના ભાઈ અનીસની ગેંગના કારણે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાર બાદ હવે શકીલ અલગ થયો છે.

ઈન્ટેલિજેન્સ મુજબ દાઉદ અને શકીલના વચ્ચે મતભેદના કારણે અલગમાં પાકિસ્તાનમાં પણ સુરક્ષા એજન્સીઓ ચેતવી ગઈ છે. જોકે આ શકીલ અને દાઉદ બન્ને અલગ ગેંગ બનાવશે તો ભારત વિરુદ્ધ થઈ રહેલ પ્રવૃતિઓમાં વધારો થઈ શકે છે. મહત્વનુ છે કે, 1993ના મુંબઈ બસ બ્લાસ્ટમાં દાઉદ અને શકીલ મુખ્ય આરોપી છે.

You might also like