વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો છોટા હાથી પલટી ખાઈ ગયોઃ 25ને ગંભીર ઈજા

અમદાવાદ: પાલનપુર જિલ્લાના દિયોદર નજીક ગોલવી ગામ પાસે વિદ્યાર્થીઓથી ખીચોખીચ ભરેલો છોટા હાથી પલટી ખાઇ જતાં ૨૫ વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા તમામને ડીસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે દિયોદર નજીકના ગોલવી ગામ પાસેથી વિદ્યાર્થીઓ ભરી પસાર થઇ રહેલા છોટા હાથીના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા પલટી ખાઇ ગઇ હતી. છોટા હાથીએ પલટી ખાતા જ વિદ્યાર્થીઓએ દહેશતના કારણે ચિચિયારીઓ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી ઇજા પામેલા તમામને ડીસાની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. ઇજાગ્રસ્ત ૨૫ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

You might also like