દહીંની ખીર

સામગ્રી

1 કપ દહીં

1 કપ ફૂલ ક્રીમ દૂધ

1 કપ બદામ કાજુની કતરણ

4-5 કિશમિશ

2 નાની ઇલાયચી

ખાંડ સ્વાદઅનુસાર

¼ ચમચી સેટ્રિક એસિડ

બનાવવાની રીતઃ ગૈસ પર નોન સ્ટિક પેનમાં દૂધ ગરમ કરો. પછી તેમાં દહીં મિક્સ કરો. હવે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ એડ કરીને બરોબર હલાવો. પછી તેમાં પિસ્તા, કિશમિશ, ઇલાયચી અને બદામ એડ કરી બરોબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં સેટ્રિક એસિડ મિક્સ કરીને પેનને ગેસ પરથી ઉતારી ઠંડી થવા દો. 10થી 15 મિનિટ ઠંડી થવા દો. ઠંડી થયા પછી તેને સર્વ કરો.

 

You might also like