કેન્સર એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળતા જ મોટા-મોટા લોકોની આત્મા ધ્રૂજવા લાગે છે. દુનિયાભરમાં દર વર્ષે લાખો લોકોનાં મોત કેન્સરને કારણે જ થતાં હોય છે. માત્ર ભારતમાં જ કેન્સરને કારણ અંદાજે 10 લાખ લોકોનાં મોત થાય છે.
આનું કારણ એ છે કે કેન્સર વિશે લોકોની પાસે સાચી જાણકારીઓ ન હોવી અથવા તો આનો સમય પર જો ઇલાજ ના કરવામાં આવે. પરંતુ હવે તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે આની સારવાર હવે શક્ય બની છે. છત્તીસગઢનાં એક સંશોધનકર્તાએ આ ખતરનાક બીમારીનો ઇલાજ શોધી કાઢ્યો છે.
રાયપુરની રહેનારી મમતા ત્રિપાઠીએ કેન્સરની દવાઓ શોધવામાં સફળતા હાંસલ કરી લીધી છે. એમનો એવો દાવો છે કે આ દવાથી કેન્સર સેલ્સને 70થી 80 ટકા સુધી ખતમ કરી શકાશે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું કે, આ દવાને પહેલા લેબમાં ટેસ્ટ કરવામાં આવેલ છે કે જેમાં અમે સફળ રહ્યાં છીએ.
હવે આ દવાને ઉંદરો પર ટેસ્ટ કરવામાં આવશે અને જો આમાં સફળતા મળશે તો બાદમાં આનો પ્રયોગ માનવી પર કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, અમારે આ દવાની શોધ કરવામાં 4થી 5 વર્ષ લાગી ગયાં છે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ બોલીવૂડની પ્રસિદ્ધ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને લઇને એવાં સમાચાર આવ્યાં હતાં કે તે પોતે હાઇ ગ્રેડ કેન્સર સામે ઝઝૂમી રહેલ છે. તેઓની સારવાર હાલમાં ન્યૂયોર્કમાં ચાલી રહેલ છે. આ સિવાય પણ અભિનેતા ઇરફાન ખાન પણ આ કેન્સરનાં શિકાર બની ચૂકેલ છે. આ સિવાય હજી કેટલાંક સ્ટાર અને ખેલાડી પણ છે કે જે કેન્સર જેવી ગંભીર બીમારીને પણ હાર આપી ચૂક્યાં છે.
Chhatisgarh: Mamata Tripathi, a researcher from Raipur claims to have found a formula to cure cancer, says, ‘this can kill 70-80% of cancer cells. We had done a lab test which was successful. Next step is to test on small living being like mice. This research took 4.5 -5 years.’ pic.twitter.com/ssdTiOh28X
— ANI (@ANI) July 14, 2018
કેવી રીતે ફેલાય છે આ કેન્સર?
આ ખતરનાક બીમારી આનુવાંશિક પણ હોઇ શકે છે અને ખાણી-પીણીમાં પણ લાપરવાહી રાખવી અને બરાબર પોષણ ન મળવા પર પણ કેન્સરની સમસ્યા ઉત્પન્ન થઇ જાય છે.
કેન્સરથી કેવી રીતે બચી શકો?
કેન્સરનો સૌથી અધિક પ્રભાવ તેવાં લોકો પર વધુ જોવાં મળે છે કે જેઓ ધૂમ્રપાન અને દારૂનું સેવન કરતા હોય છે. એટલાં માટે જ યોગ્ય છે કે આ ચીજોનું સેવન કરવાંથી બચો. સ્વચ્છ શાકભાજી અને ફળફળાદિનું પણ યોગ્ય રીતે સેવન કરો. સડેલી એટલે કે ખરાબ ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરો.