છત્તીસગઢમાં ચૂંટણી શંખનાદ, PM મોદી આજે નક્સલીઓનાં ગઢમાં કરશે રેલી

રાયપુરઃ છત્તીસગઢમાં પહેલા ચરણનાં ચૂંટણી પ્રચારનાં ચરમ પર પહોંચવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારનાં રોજ જગદલપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી મોદી વિશેષ વિમાનથી સીધા જ જગદલપુર પહોંચશે અને જગદલપુરમાં પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધિત કરશે. જનસભા બાદ મોદી પરત દિલ્હી રવાના થઇ જશે. મોદીની વિધાનસભા ચૂંટણીનાં પહેલા ચરણમાં આ એક માત્ર જનસભા થશે.

પહેલા ચરણની સીટો પર ભાજપ તરફથી મુખ્યમંત્રી ડૉ. રમનસિંહ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે સાથે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પ્રચાર કરી ચૂક્યાં છે. મુખ્યમંત્રી ડૉ. સિંહ આ ચરણની દરેક સીટો પર પ્રચારને માટે પહોંચૂ ચૂક્યાં છે. કેટલાંક ક્ષેત્રોમાં તો તેઓની એકથી પણ વધારે સભાઓ થઇ ચૂકી છે. વિધાનસભાનાં પ્રથમ ચરણની 18 સીટો પર 10 નવેમ્બરની સાંજનાં રોજ પ્રચાર સમાપ્ત થઇ જશે.

આ સીટો પર 12 નવેમ્બરનાં રોજ મતદાન કરાવવામાં આવશે. મોદીની રેલી પહેલા આજે નક્સલીઓએ એક યાત્રી બસ પર હુમલો કરી દીધો છે. જેમાં ચાર જવાન શહીદ થઇ ગયા અને ત્રણ નાગરિકોનાં પણ મોત થઇ ગયાં છે. સાત જવાનોનાં ઘાયલ થવાનાં પણ સમાચાર સામે આવ્યાં છે. નક્સલી પહેલા જ એવી ધમકી આપી ચૂકેલ છે કે શાંતિપૂર્ણ ઢંગથી રાજ્યમાં ચૂંટણી નહીં થવા દઇએ.

You might also like