આઝાદીના 70 વર્ષ બાદ આ ગામમાં પહોંચી વીજળી, ગ્રામજનો મોદી સરકારથી ખુશ થયા..!

છત્તીસગઢમાં બલરામપુર જીલ્લાના જોકાપાઠ ગામના લોકો વડાપ્રધાન મોદીથી ખૂબ ખુશ છે. મોદી સરકારની નીતિઓના કારણે આ ગામમાં વર્ષોથી રહેલું અંધારૂ દૂર થઇ ગયું છે. આ ગામના લોકોએ આઝાદીના 70 વર્ષ બાદ પ્રથમ વાર વીજળી જોઈ છે.

70 વર્ષે ગામના ઘરોમાં વીજળી જોઈને ગામના લોકો આનંદમાં આવી ગયા છે. ગામના વિકાસની કહાની જ્યારે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદી સુધી પહોંચી તો તેમણે પણ આ અંગે આનંદ વ્યક્ત કર્યો છે.

ગામલોકો માટેના આ ઐતિહાસિક દિવસ પર પીએમ મોદી પણ ભાવુક થઇ ગયા. છત્તીસગઢનું જોકાપાઠ ગામ પહાડોની વચ્ચે આવેલું ગામ છે, જેના કારણે ત્યાં વીજળી પહોચાડવાનું કામ ઘણું જ મુશ્કેલ હતું. જો કે પહાડોવાળા ઘણા ગામમાં વીજળી પહોંચી ગઈ છે, પરંતુ આઝાદીના 70 વર્ષ બાદથી જ આ ગામમાં વીજળી નથી, તેવા સમાચાર મુખ્યમંત્રી રમણસિંહને મળી તો તેમણે પહેલું કામ આ જ શરૂ કર્યું હતું.

મુખ્યમંત્રી રમણસિંહે આ ગામમાં આખરે વીજળી પહોંચાડી દીધી. આજે આ ગામના લોકોના ઘરે ઘરે વીજળીના દીવા છે, જેથી ગામના લોકો સરકારની નીતિઓથી આનંદિત છે.

You might also like