છત્તીસગઢ : બસ પુલ પરથી ખાબકતાં 14નાં મોત, 40 ઘાયલ

છત્તીસગઢના બલરામપુરના દલધોવા ઘાટ પાસે ખાનગી બસ પુલ પરથી ખાબકતાં 14નાં મોત નિપજ્યાં હતા જ્યારે 40થી વધુ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા મુસાફરોમાં 16ની હાલત અતિ ગંભીર છે. હજુ પણ ઘણા લોકો બસની અંદર ફસાયા હોવાની આંશકા છે. ઘાયલોને બચાવવા માટે રાહત કામગીરી શરૂ છે. ઘટના અંગે મળતી જાણકારી મુજબ બાઇક સવારને બચાવવા જતા ખાનગી બસના ચાલકે બસ પરનો કાબૂ ગુમાવી દેતાં બસ ત્રણ વાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં બંને બાઇક સવારના મોત થયા છે. આ બસ ગઢવાથી અંબિકાપુરી જઇ રહી હતી. જેમાં 60 જેટલા મુસાફરો સવાર હતા. સંજીવની, એમ્બ્યુલેન્સ અને પોલીસ વાહન દ્વારા ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા.

You might also like