છત્તીસગઢનાં સુકમામાં પોલીસ અથડામણમાં 14 નક્સલીઓ ઠાર

છત્તીસગઢઃ નક્સલીઓ અને પોલીસ વચ્ચે અહીં ભારે અથડામણ થઇ હતી. જેમાં આ અથડામણમાં ઓછામાં ઓછા નક્સલીઓ ઠાર કરી દેવાયાં છે. પોલીસને સુકમા પાસે અંદાજે 200 નક્સલીઓનાં હોવાનાં સમાચાર મળ્યાં હતાં. ત્યાર બાદ જેને લઇને આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યું હતું.

આ ઓપરેશનમાં ડીઆરજી, સીઆરપીએફ અને એસટીએફનાં જવાન પણ શામેલ હતાં. આ અથડામણ સુકમા પાસે ગોલાપલ્લી, કોંટા સ્ટેશનની વચ્ચે થઇ. પોલીસે તેઓની પાસેથી 16 હથિયારો જપ્ત કર્યા છે.

પોલીસ ઉપ નિરીક્ષક (નક્સલ રોધી અભિયાન) સુંદરરાજનાં જણાવ્યા અનુસાર અંદાજે 500 કિ.મી દૂર દક્ષિણ સુકમાનાં એક જંગલમાં આજ સવારે અથડામણ થઇ હતી. તેઓએ જણાવ્યું કે અત્યાર સુધી અથડામણ સ્થળથી 14 નક્સલીઓનાં શવ જપ્ત કર્યા છે. તેઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી અનેક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે. તપાસ અભિયાન હજી સુધી ચાલી રહેલ છે.

You might also like