છઠ પૂજા માટે બિહાર પહોંચતા છ લાખ ભાવિકજનો

પટણા: આસ્થાના મહાપર્વ છઠ પૂજાનું બિહારમાં આગવું મહત્વ છે. છેલ્લાં કેટલાંક દિવસોથી બિહારમાં આ પૂજાનો લાભ લેવા અનેક લોકો આવી રહ્યા છે. ત્યારે અત્યાર સુધી આ મહાપર્વમાં સામેલ થવા લગભગ છ લાખ ભાવિકજનો આવી ચુક્યા છે. આ માટે રેલવે તરફથી 24 ટ્રેન દોડાવવામાં આ‍વી રહી છે. જ્યારે આ વખતે લગભગ એક કરોડ ઘરમાં આ વ્રતની ઉજવણી કરવામાં આવશે. અને પાંચ દિવસના પર્વમાં અંદાજે 300 કરોડનો કારોબાર થવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે. આજથી આ મહાપર્વનો આરંભ થઈ રહ્યો છે.

માહિતી અનુસાર બિહારમાં 70 થી 80 ટકા ઘરમાં આ મહાપૂજા થાય છે. આ ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાંથી તેમજ બિહારના લોકો જે રાજ્યમાં રહેતા હોય છે તેઓ આ પૂજા માટે આવતા હોય છે. એક અનુમાન મુજબ બિહારમાં પ્રસાદ, પૂજન સામગ્રી, ફળ વગેરે મળીને લગભગ 300 કરોડનો કારોબાર થતો હોય છે.

You might also like