ભુજબળની ૧૧૦ કરોડની સંપત્તિ જપ્ત

મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ મહારાષ્ટ્રનાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનાં વરિષ્ઠ નેતા છગન ભુજબળની ૧૧૦ કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઈડીએ ભુજબળની સાંતાક્રૂઝ ખાતેની સંપત્તિ સીઝ કરી છે. મહારાષ્ટ્ર સદન કૌભાંડમાં ઈડીએ આ કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્ર સરકારે મહારાષ્ટ્ર સદન કૌભાંડો અંગે છગન ભુજબળ વિરુદ્ઘ આરોપપત્ર દાખલ કરવા માટે રાજયનાં ભ્રષ્ટાચાર નિરોધક બ્યૂરો (એસીબી)ને મંજૂરી આપી દીધી હતી. એસીબીએ ગત જૂનમાં બે કેસોમાં ભુજબળ વિરુદ્ઘ એફઆઈઆર નોંધી હતી અને જુલાઈમાં આરોપપત્ર દાખલ કરવા માટે સરકાર પાસે પરવાનગી માંગી હતી.

You might also like