કેન્સરનું નિદાન કરી શકે તેવી ચ્યુઈંગ ગમ શોધાઈ

શરીરમાં કેન્સરના કોષો છે કે નહીં તે તપાસ કરવાનું ધીમે ધીમે સરળ બનાવવા માટે જાતજાતના પ્રયોગો થાય છે. હવે બાયોપ્સી, લોહી કે લાળની તપાસ કરવાની જરૂર ન રહે એવી શોધ એક બાયોટેક કંપનીએ કરી છે. અમેરિકન કંપનીએ ૧૫ મિનિટ સુધી મોંમાં ચગળવાની હોય તેવી ચ્યુઈંગ ગમ શોધી છે. અા ચ્યુઈંગ ગમ પેઢા, શ્વાસોશ્વાસ અને લાળમાંથી ઉડ્ડિયનશીલ તત્ત્વોને શોષી લે છે અને તેમાં રહેલા કેમિકલ્સનું પરીક્ષણ કરીને લેબોરેટરીમાં નક્કી થઈ શકે છે કે વ્યક્તિના શરીરમાં કેન્સરના કોષો છે કે નહીં. ચ્યુઈંગ ગમમાં ચોટેલા ખાસ પ્રકારના કેમિકલની તપાસ કરવા માટે વિશિષ્ટ પ્રકારની મશિનરી અને નિષ્ણાતોની જરૂર પડશે.
http://sambhaavnews.com/

You might also like