ઈંગ્લેન્ડમાં રમાતી મેચમાં યોર્કશાયર તરફથી ચેતેશ્વરનું શાનદાર પ્રદર્શન

લંડનઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા રોયલ લંડન કપમાં ટીમ ઇન્ડિયાનાે બેટ્સમેન ચેતેશ્વર પુજારા જબરદસ્ત બેટિંગ કરી રહ્યો છે. પુજારાએ યોર્કશાયર તરફથી રમેલી ચાર મેચમાં ૩૩૧ રન ફટકારી દીધા છે. પુજારાએ દરેક મેચમાં અર્ધી સદી કે સદી ફટકારી છે. તેના નામે અત્યાર સુધીમાં ત્રણ અર્ધી સદી અને એક સદી નોંધાઈ ચૂકી છે.

ચેતેશ્વરની બેટિંગ સરેરાશ ૧૧૦.૩૩ છે અને આશ્ચર્યની વાત એ છે કે તે ૯૧.૧૮ના સ્ટ્રાઇક રેટથી રન બનાવી રહ્યો છે. પુજારાને લોકો ટેસ્ટ બેટ્સમેન તરીકે જાણે છે. ધીમી ઇનિંગ્સ માટે ઘણી વાર પુજારાને ટીકાઓનો સામનો પણ કરવો પડ્યો છે, પરંતુ ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેને પોતાની ટેકનિકમાં ફેરફાર કરીને લિમિટેડ ઓવર ફોર્મેટમાં પોતાનો સ્ટ્રાઇક રેટ વધારી દીધો છે.

ટીમ ઇન્ડિયા આગામી વર્ષે ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમવાની છે. એ સ્થિતિમાં પુજારાનો અનુભવ ટીમને કામ આવી શકે તેમ છે. ઈંગ્લેન્ડમાં બોલ સ્વિંગ થાય છે અને ત્યાં પાવરના સ્થાને ટેકનિકની વધારે જરૂર પડે છે, જેના માટે પુજારા એક સારો વિકલ્પ સાબિત થઈ શકે તેમ છે.

You might also like