હાફ ગર્લફ્રેન્ડ રિલીઝ થયા બાદ ચેતન ભગતે માંગી માંફી

મુંબઇઃ બોલિવુડ ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડના રાઇટર ચેતન ભગત વિવાદોમાં ફસાયા છે. સમાચાર પ્રમામે ચેતને પોતાની વાર્તા હાફ ગર્લફ્રેન્ડમાં ડુમરાંવ રાજનો ઉલ્લેખ કર્યો છે અને રાજ પરિવારને વ્યાભીચારી બતાવ્યા છે. આ માટે ચેતને માંફી માંગી છે.  ડુમરાંવ રાજ પરિવારના યુવરાજ ચંદ્રવિજય સિંહે દિલ્હીના તીસ હજારી કોર્ટમાં ચેતન ભગત સામે ત્રણ કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ કર્યો હતો. કેસ કર્યા બાદ ચેતન ભગતે પોતાની વાર્તામાં થોડા ફેરફાર કર્યા છે. રાજ પરિવારનું નામ ડુમરાંવની જગ્યાએ સિમરાંવ કરી દીધું છે. હાલમાં રજૂ થયેલી ફિલ્મમાં પણ સિમરાંવનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કેસ પર અનેક સુનાવણી બાદ લેખક ચેતન ભગતે કોર્ટને જણાવ્યું છે કે વાર્તા કાલ્પનિક છે અને તેની કોઇ પણ રાજ પરિવાર તેના પ્રદેશ સાથે સરખામણી કરવામાં આવી નથી. તેમણે વાર્તામાં ડુમરાવનો ઉલ્લેખ થવા પર રાજ પરિવારની માંફી માંગી છે.

આ અંગે ડુંમરાવના રાજા યુવરાજ ચંન્દ્રવિયજ સિંહે ગુરૂવારે જણાવ્યું છે કે માનહાનીના કેસમાં ચેતન ભગત સાથે રાજ પરિવારને સમજુતી થઇ ગઇ છે. યુવરાજે કહ્યું છે કે ચેતને પોતાના ઉપન્યાસના માધ્યમથી ડુમરાંવની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તે નિષ્ફળ રહ્યો છે.

http://sambhaavnews.com/

You might also like