ઈસ્લામમાં ચેસ રમવી હરામ

લંડન: સાઉદી અરબના સર્વોચ્ચ ઈમામ મુફ્તી શેખ અબ્દુલ્લા અલ-શેખે જણાવ્યું કે ચેસ રમવી એ ઈસ્લામમાં વર્જિત છે. એક ટીવી કાર્યક્રમ દરમિયાન તેમણે ફતવો જારી કરીને અા રમત રમવાને હરામ ગણાવી છે. અા અંગે બ્રિટિશ ન્યૂઝપેપર ‘ગાર્ડિયન’એ ગઈ કાલે એક વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

ન્યૂઝપેપરના રિપોર્ટમાં મુફ્તીએ જણાવ્યું છે કે ચેસ રમવી હરામ છે, કેમ કે તે જુગારની સાથેસાથે સમયની બરબાદીને પ્રોત્સાહન અાપે છે. સર્વોચ્ચ ઈમામે અા રમતને જુગારમાં સામેલ કરી છે. સમય અને પૈસાની બરબાદીની સાથે અા રમત ખેલાડીઓની વચ્ચે શત્રુતા પણ વધારે છે.

અા પહેલાં ઈરાકના સર્વોચ્ચ શિયા ધર્મગુરુ અાયાતોલ્લા અલી અલ સિસ્તાનીએ પણ ચેસને હરામ ગણાવી હતી. ચેસ એક પ્રાચીન રમત છે. ૬૦૦ વર્ષ ઈ.સ. પૂર્વે ફારસીમાં અા રમત ચતરંગના નામથી જાણીતી હતી. એવું માનવામાં અાવે છે કે અંગ્રેજીનો ચેસ શબ્દ ખરેખર ફારસીના રાજાનો પર્યાયવાચી છે, તેનાથી ચતરંગ થોડાં વર્ષ બાદ શતરંજ બની બાદમાં તે યુરોપમાં ચેસના નામથી જાણીતી થઈ.

You might also like