ટેક્સ પેટે નાગરિકોએ આપેલા ૨.૮૫ કરોડના ચેક બાઉન્સ!

અમદાવાદ: મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરદાતા નાગરિકોને પોતાનો પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરવા ચેકથી બિલ ચૂકવવાનો વિકલ્પ અપાય છે. ચેકથી બિલ ચૂકવવાના મામલે કેટલાક લેભાગુ કરદાતાઓ પોતાના ખાતામાં પૂરતાં નાણાં ના હોવા છતાં તંત્રને ચેક પધરાવી દે છે. જે ચેક પાછળથી બાઉન્સ થાય છે. ખુદ કોર્પોરેશનના એક સત્તાવાર રિપોર્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં કોર્પોરેશનમાં રૂ.૨.૮૫ કરોડથી વધુના ચેક રિટર્ન થયા છે.

અત્યારે તો નાગરિકો રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની જૂની નોટો ગત તા.૮ નવેમ્બરની રાતે ચલણમાંથી રદ થયાના પગલે ચેકથી પ્રોપર્ટી ટેક્સ સહિતના બિલની ભરપાઈ કરવાનું ટાળે છે, તેમાં પણ હવે તો સિવિક સેન્ટરમાં ટેક્સબિલ ભરપાઈ માટે ફક્ત રૂ.૫૦૦ની જૂની નોટ ચાલશે. તેમ છતાં મ્યુનિ. તંત્રમાં અસંખ્ય કરદાતાઓ ચેકથી પણ બિલ ચૂકવવાનું પસંદ કરે છે.

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ની ટેક્સબિલ આવકને લગતા તંત્રના એક સત્તાવાર રિપોર્ટ મુજબ પ્રોપર્ટી ટેક્સ સહિતના ટેક્સની આવકપેટે ગત તા.૨૩ નવેમ્બર, ૨૦૧૬ સુધીમાં મ્યુનિ. તિજોરીમાં રૂ.૫૮૦.૦૨ કરોડથી વધુ જમા થયા હતા, જે પૈકી રૂ.૨૮૫ કરોડથી વધુ નાણાં ચેક રિટર્નનાં હોઈ તંત્રની નેટ આવક રૂ.૫૭૮.૦૭ કરોડ થઈ છે. બીજા અર્થમાં કરદાતાઓના કુલ રૂ.૨.૮૫ કરોડથી વધુના ચેક બાઉન્સ થયા છે.

નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.૧.૧૭ કરોડના ચેક રિટર્ન થયા છે. પશ્ચિમ ઝોનમાં રૂ.૭૦.૬૯ લાખ, મધ્ય ઝોનમાં રૂ.૩૫.૪૮ લાખ, દક્ષિણ ઝોનમાં રૂ.૨૪.૨૩ લાખ, ઉત્તર ઝોનમાં રૂ.૨૦.૩૮ લાખ અને દક્ષિણ ઝોનમાં સૌથી ઓછા રૂ.૧૮.૦૪ કરોડના ચેક રિટર્ન થયા છે.

કરદાતાના ચેક રિટર્નના મામલે ટેક્સ વિભાગનાં
ટોચનાં સૂત્રો કહે છે, ‘જો કરદાતાનો ચેક રિટર્ન થાય તો તેવા કિસ્સામાં તંત્ર કરદાતાને પાંચ ટકા પેનલ્ટી કરે છે તેમજ સતત પાંચ વર્ષ સુધી સઘળાં બિલ રોકડમાં ભરપાઈ કરવાની ફરજ પાડે છે.’

home

You might also like