ચેન્નાઇમાં હવાઇ,ટ્રેન અને માર્ગીય સેવાઓ પુર્વવત્ત

ચેન્નાઇ : ચેન્નાઇમાં ઘણા સ્થળો પર સમયાંતરે થઇ રહેલા વરસાદ વચ્ચે એરપોર્ટ પરથી વિમાન સેવા ફરી પુર્વવત્ત થઇ રહી છે. એરપોર્ટનાં ડાયરેક્ટર દિપક શાસ્ત્રીએ જણાવ્યું કે એરપોર્ટથી પોર્ટબ્લેરનાં માટે એક વિમાને ઉડ્યન ભરી છે. તે ઉપરાંત તેણે કહ્યું કે આગામી 24-48 કલાકની અંદર ચેન્નાઇ એરપોર્ટ પુર્વવત્ત થઇ જશે.
અગાઉ પૂર્વઉડ્યન રાજ્યમંત્રી મહેશ શર્માએ પણ જણાવ્યું હતું કે રનવે પરથી પાણી સંપુર્ણ રીતે ઉતરી ચુક્યું છે. એરપોર્ટ પરથી કોમર્શિયલ ઉડ્યનો ચાલુ કરી દેવાઇ છે. કેન્દ્રીય ઉડ્યન મંત્રી મહેશ શર્માએ જણાવ્યું કે એરપોર્ટ રનવે હવે ઉડ્યન માટે સંપુર્ણ તૈયાર છે. રનવે પર ભેગા થયેલા પાણીને પણ સાફ કરી દેવાયું છે. એરપોર્ટ પર હવે તમામ વિમાનો ઉડ્યન માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે ડીજીસીએ દ્વારા ચેનાઇ એરપોર્ટને 22 સ્થાનીક ઉડ્યનો માટેની પરવાનગી આપવામાં આવી છે. જો કે ખાનગી વિમાન કંપનીઓએ પોતાનાં વિમાનોની ઉડ્યનની હાલ મનાઇ કરી છે. તો બીજી તરફ રેલ્વે વ્યવહાર પણ પુર્વવત્ત કરી દેવાયો છે. સ્પેશ્યલ ટ્રેનોની સાથે સાથે રેગ્યુલર ટ્રેન સેવા પણ ચાલુ કરી દેવાઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં ડાયરેક્ટર જેપી એલેક્સે જણાવ્યું કે ચેન્નાઇ હવાઇ મથક પરથી રાત્રી ઉડ્યનો ચાલુ રહેશે કે કેમ તે અંગે પરિસ્થિતી અનુસાર નિર્ણય લેવામાં આવશે.

You might also like