Categories: Art Literature

પ્રેમનું રસાયણ અને વિજ્ઞાન

પ્રેમ- અઢી અક્ષરનો શબ્દ. પ્રેમ એક તરફ જ્યાં ભાવનાત્મક અનુભૂતિઓનો ખજાનો છે, ત્યાં બીજી તરફ વિજ્ઞાનીઓ માટે એ કોયડા સમાન છે. આખરે પ્રેમ શું છે. સામાન્ય માણસ માટે એ એક એવી ઊર્મિ છે જેને વાચાની જરૃર નથી, પણ વિજ્ઞાનીઓ માટે પ્રેમ એ વિજ્ઞાન છે. જી હા, પ્રેમનું વિજ્ઞાન. વાંચીને નવાઈ લાગશે કે પ્રેમનું તે કોઈ વિજ્ઞાન હોતું હશે, પણ વિજ્ઞાનીઓના મતે પ્રેમનું એક અલગ વિજ્ઞાન અને કેમિસ્ટ્રી(રસાયણ) છે અને તેમણે આ કોયડાનો ઉકેલ પણ આપ્યો છે…..

 

પ્રેમ કેટલાક માટે આરાધના છે, તો કેટલાક માટે અપરાધ. પ્રેમમાં કોઈ દીવાનું બનીને પાગલ બની જાય છે તો કોઈ જાનની બાજી સુદ્ધાં લગાવી દે છે. પ્રેમ ક્યારેક કેટલાક માટે વફા છે તો ક્યારેક કેટલાક માટે બેવફા. પ્રેમમાં કેટલાક દેવદાસ બની જાય છે તો કેટલાક દેવાધિદેવની પેઠેે ક્રોધી બની જાય છે. ટૂંકમાં પ્રેમની વ્યાખ્યા અને ઊર્મિઓને સીમિત દાયરામાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જોકે, વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં પ્રેમ થાય ત્યારે થતી રાસાયણિક પ્રક્રિયાનો તાગ મેળવ્યો છે. યુ નો મગજનો કેમિકલ લોચો.

પ્રેમની પરિભાષા
શું લાગે છે તમને કે કોઈ સાવ અજાણી વ્યક્તિ સાથે અચાનક જ પ્રેમ થઈ જવો અને પછી હંમેશાં તેના વિચારોમાં ખોવાયેલા રહેવું, તેને અનુભવવું વગેરે વગેરે બધું આપમેળે જ થાય છે. સામાન્ય માણસનો જવાબ હશે- હા, બધું આપમેળે જ થાય છે. કોઈના પ્રત્યે ખેંચાણ, તેના વિચારો, અનુભૂતિઓ વગેરે વગેરે. જોકે, વિજ્ઞાનીઓના મતે આપણા મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયા, વિશિષ્ટ સંરચના અને વિશેષતા પ્રેમ થવા માટેનો પ્રમુખ આધાર છે. આ એક એવો ગાળો હોય છે જે દરમિયાન વ્યક્તિના શરીરમાં જૈવ રાસાયણિક સમીકરણો જન્મ લે છે અને એ અભિક્રિયાઓ વ્યક્તિને પ્રકૃતિગત સ્વાભાવિક લક્ષ્યને પૂરું કરવાની દિશામાં આગળ ધપવા પ્રેરે છે.

ડૉ. જેનવ નામના ડૉક્ટરે એક પુસ્તક લખ્યું છે. પુસ્તકનું નામ છે – ધ બાયોલોજી ઓફ લવ. ડૉક્ટર જેનવના મતે મનુષ્ય એક સંવેદનશીલ જીવ છે. તેથી પ્રેમ જેવી ભાવનાની કમી વ્યક્તિના વિકાસ અને જીવવાની ક્ષમતાને કમજોર બનાવી દે છે. પ્રેમ માત્ર વ્હાલ, હૂંફ, ઊર્મિ, ભાવના, સંવેદના જેવા તરંગો કે અનુભૂતિઓ જ નથી, પણ એક આખું જીવવિજ્ઞાન છે જેની અસર વ્યક્તિના શરીર અને મન પર થાય છે. પ્રેમ રાસાયણિક પદાર્થોની ક્રિયા અને પ્રતિક્રિયા સાથે સંકળાયેલો છે. વિજ્ઞાનીઓ અને મનોવિજ્ઞાનીઓ દ્વારા સૂચવવામાં આવેલા પ્રેમના સિદ્ધાંત અથવા પ્રેમની પ્રક્રિયાને વિજ્ઞાનીઓ અથવા જીવવિજ્ઞાનીઓએ પ્રમાણિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેને નામ આપ્યું છે પ્રેમનું રસાયણ શાસ્ત્ર અથવા કેમિસ્ટ્રી ઓફ લવ.

પ્રેમ અને મગજની ક્રિયા-પ્રક્રિયા
વાર્ટેલ અને સેમી જેક નામના વિજ્ઞાનીઓએ પ્રેમ થાય એ દરમિયાન મગજનો જે ભાગ સક્રિય થાય છે તેની શોધ કરી છે. બંને વિજ્ઞાનીઓએ એવી વ્યક્તિઓના મગજનું સ્કેનિંગ કર્યું જેમનું કહેવું હતું કે તેઓ પ્રેમમાં પાગલ થઈ ગયા છે અને બંને વિજ્ઞાનીઓની સામે કેટલાંક રોચક તથ્યો સામે આવ્યાં. પ્રેમ થાય એ દરમિયાન જે ભાગ સક્રિય હતો, એ ભાગ મગજના અન્ય ભાગથી સાવ અલગ હતો. પ્રેમમાં વ્યક્તિ પાગલ જેવી અવસ્થા પર પહોંચતી હોય છે. એ અવસ્થા માટે સેરોલેનિન નામનું રસાયણ જવાબદાર હોય છે. પ્રેમીઓમાં શારીરિક સંપર્ક થાય એ દરમિયાન આ હોર્મોન ઝડપથી ઉત્પન્ન થાય છે. પ્રેમના બંધનને લાંબો સમય સુધી મજબૂત રીતે ટકાવી રાખવા માટે વેસોપ્રેસિન નામનો હોર્મોન મહત્ત્વનો ભાગ ભજવે છે. વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે તેને એ વ્યક્તિ અને પ્રેમ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી.

ઊઠતા-બેસતા, ઊંઘતા-જાગતા – બસ એ જ પ્રેમીનો વિચાર આવ્યા કરે છે. આ અવસ્થા માટે પણ એક રસાયણ જવાબદાર છે. વિજ્ઞાની રોબર્ટ ફેયરના મતે મનુષ્યના શરીરમાં ઉપસ્થિત ન્યૂરોકેમિકલ ફીનાવલ ઇથાઇલ એસિન નામનું રસાયણ ભાગ ભજવે છે. આ રસાયણને કારણે પ્રેમીને તેની પ્રેમિકા અને પ્રેમિકાને તેનો પ્રેમી દુનિયાની સૌથી ખૂબસૂરત વ્યક્તિ લાગે છે. સામેના પાત્રમાં રહેલા અવગુણમાં પણ તેને ગુણ દેખાય છે અથવા તેના અવગુણને પણ તે નજરઅંદાજ કરી લે છે. જેમ-જેમ મનુષ્ય પ્રેમમાં ડૂબતો જાય છે તેમ-તેમ તેના શરીરમાં રસાયણોની માત્રામાં વધારો થતો રહે છે. જોકે, આ રસાયણોની ઉત્પન્ન થવાની અને વધવાની પણ એક નિશ્ચિત મર્યાદા છે. આ ક્રિયા વધુમાં વધુ ચાર-પાંચ વર્ષો સુધી ચાલે છે. ત્યાર બાદ તેનો પ્રભાવ શરીર પર ઓછો થતો જાય છે.

પ્રેમમાં આંખો અને ગંધ પણ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. પ્રેમનો પહેલો સંકેત આંખો દ્વારા જ મળે છે. વિજ્ઞાનીઓના મતે મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયાના ફળસ્વરૃપ આંખો અને ત્વચાની ગંધમાં પરિવર્તન આવે છે અને આ બંને વસ્તુઓ પ્રિયજન સુધી તમારો સંદેશો મોકલવામાં માધ્યમ બને છે.

પ્રેમ માટે મહત્ત્વનાં ત્રણ હોર્મોન
વિજ્ઞાની હેન ફિશરના મતે પ્રેમ થવાથી લઈને પાગલપનની હદ સુધી પહોંચવા માટે સેન્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન જવાબદાર છે. ભૂખ-તરસ, બેચેની, વિજાયતીય પાત્રને સતત જોતાં રહેવાની ઝંખના વગેરે અવસ્થાથી આગળ વધીને જ્યારે તનની ચાહત પર પ્રેમ પહોંચે છે અથવા શારીરિક આકર્ષણની કક્ષાએ જ્યારે પ્રેમ પહોંચે છે તેના માટે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન હોર્મોન કારણરૃપ છે. માત્ર પુરુષોમાં જ નહીં, મહિલાઓમાં પણ આ હોર્મોન સક્રિય બને છે. જ્યારે પ્રેમમાં આસક્તિ જન્મે એટલે કે જનમોજનમના સાથ સુધીની કક્ષા પર પ્રેમ પહોંચે તેના માટે ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન નામના હોર્મોન મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ હોર્મોન વ્યક્તિને લાંબા સમય સુધી એકબીજા સાથે જોડાઈ રહેવામાં મદદ કરે છે.

ટૂંકમાં આપણે ભલે માનતા હોઈએ કે એમ પૂછીને કાંઈ થોડો થાય પ્રેમ પણ વિજ્ઞાનીઓના મતે પ્રેમ ભલે મનુષ્યને પૂછીને ન થતો હોય પણ પ્રેમ થવા માટે રાસાયણિક પ્રક્રિયા, જીવરાસાયણિક પ્રક્રિયા અને પ્રેમનું વિજ્ઞાન બહુ મોટી ભૂમિકા ભજવે છે. પ્રેમમાં ભલે પરાકાષ્ઠા અનુભવાતી હોય, પણ એ પરાકાષ્ઠાની અનુભૂતિનું માધ્યમ તો આખરે રાસાયણિક દ્રવ્યો જ છે.

——————————–.

Maharshi Shukla

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago