દુબઈ સ્થિત ભારતીય શેફ અતુલ કોચરે ‘એ‌‌ન્ટિ મુસ્લિમ’ ટ્વિટ કર્યું

દુબઇ: યુએઇમાં ભારતીય મૂળના લોકપ્રિય શેફ અતુલ કોચર ટ્વિટર પર વિવાદાસ્પદ ઇસ્લામ વિરોધી ટિપ્પણી કરવા બદલ વિવાદમાં ઘેરાઇ ગયા છે. તેમની ટિપ્પણીથી નારાજ થયેલા લોકોએ તેમને નોકરીમાંથી હટાવવાની માગણી કરી છે. મિશેલીન સ્ટાર શેફ અહીંના જેડબ્લ્યૂ મેરિયેટ મારક્વિસ હોટલની રંગમહેલ ભારતીય રેસ્ટોરાંમાં કામ કરે છે.

‘ખલીજ ટાઇમ્સ’ના રિપોર્ટ મુજબ તેમણે અમેરિકી ટીવી સિરીઝ
‘ક્વાન્ટિકો’ના એક એપિસોડ માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ટીકા કરી હતી. એપિસોડમાં ભારતીય રાષ્ટ્રવાદીઓને આતંકીઓના રૂપમાં દર્શાવાયા છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે આ જોઇને દુઃખ થઇ રહ્યું છે કે પ્રિયંકાએ હિંદુઓની ભાવનાનું સન્માન કર્યું નથી, જેઓ ર૦૦૦ વર્ષ કરતાં વધુ સમયથી ઇસ્લામના આતંકનો શિકાર બની રહ્યા છે.

કોચરની ઇસ્લામ વિરોધી ટિપ્પણીથી સોશિયલ મીડિયા પર વિવાદ શરૂ થઇ ગયો છે અને ટ્વિટરનો ઉપયોગ કરનાર લોકોએ શેફને હટાવવાની માગણી કરી છે.

આ મુદ્દે વિવાદ વધતો જોઇને કોચરે ટ્વિટર પર માફી માગી લીધી છે. કોચરે ટ્વિટ કર્યું કે મારા દ્વારા કરાયેલા ટ્વિટ માટે હું કોઇ સ્પષ્ટતા નહીં આપું. ઇસ્લામનો જન્મ ૧૪૦૦ વર્ષ પહેલાં થયો હતો. તેથી હું માફી માગું છુ્ં.

મને ઇસ્લામનો ફોબિયા નથી અને મને મારી કોમેન્ટ પર પસ્તાવો છે. અતુુલ જે હોટલમાં કામ કરે છે તેમણે કોચરના ટ્વિટથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. હોટલે ટ્વિટ કર્યું છે કે તે કોચરના ટ્વિટ સાથે સંમત નથી અને તેનું સમર્થન કરતા નથી.

You might also like