ચીઝ પાપડી

સામગ્રીઃ

2 કપ મેંદો

1 નાની ચમચી અજમો

¼ ચમચી ક્રશ કરેલું ચીઝ

2 ચમચી તેલ

1 ચમચી મીંઠુ

પાણી

તેલ તળવા માટે

બનાવવાની રીતઃ એક બાઉલમાં મેંદો લો અને તેમાં ક્રશ કેરલું ચીઝ, તેલ, મીંઠુ અજમો અને પાણી એડ કરીને બરોબર મિક્સ કરો અને અડધો કલાક માટે અલગ રાખો. ત્યાર બાદ મેંદામાંથી નાના નાના ગુલ્લા બનાવીને પૂરી આકારમાં વણી લો અને પાપડી બનાવો. હવે એક પેનમાં તેલ એડ કરી ધીમા તાપે ગરમ કરો. તેલ ગરમ થવાની સાથે જ તેમાં પૂરી હળવા હાથે પેનમાં નાખી અને ડીપ ફ્રાય કરો. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળો. આ પાપડી છોકરાઓને નાસ્તામાં ખૂબ જ પસંદ આવશે. તેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો.

http://sambhaavnews.com/

You might also like