પનીરના લાડુ

સામગ્રી

200 ગ્રામ પનીર

100 ગ્રામ છીણેલું નારિયેળ

10થી 15 અખરોટના ટૂંકડા

10થી 15 પિસ્તાના ટૂંકડા

10થી 15 બદામના ટૂંકડા

8થી 10 કિશમિશ

7થી8 ઇલાયચી

100 ગ્રામ દૂધ

500 ગ્રામ ખાંડ

બનાવવાની રીતઃ સૌ પ્રથમ પનીરને છીણી લો. એક પેનમાં ખાંડ, પનીર, નારિયેળ અને દૂધ એડ કરીને તેને ધીમી આંચ પર ગેસ પર મૂકો. ધીમે ધીમે મિશ્રણને હલાવતા રહો. જ્યારે મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો તેમાં કિશમિશ, બદામ, પિસ્તા અને અખરોટ એડ કરો. છેલ્લે તેમાં ઇલાયચી પાવડર એડ કરીને મિશ્રણને બરોબર મિક્સ કરો. ત્યાર બાદ ગેસ બંધ કરીને મિશ્રણને ઠંડુ થવા દો. હવે હાથથી ગોળ ગોળ લાડુ બનાવીને તેની પર બદામ અને કોપરાના છીંણથી ગાર્નિશ કરો.

You might also like