ફેસબુકની લાઇક્સ પરીક્ષાની અૅન્ગ્ઝાયટી ઘટાડી શકે

ક્યાંક પરીક્ષા કે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય ત્યારે કેટલાક લોકોનું મન બહુ ઉચાટ અનુભવતું હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉચાટ, ઉદ્વેગ, નર્વસનેસ ધરાવતા લોકો કસોટીમાં તેમનું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપી શકતા નથી. આવા સમયે તેમના સેલ્ફ એસ્ટીમ વધે એવી પ્રવૃત્તિઓ મદદરૂપ થાય છે. અમેરિકાની યુનિવર્સિટીના રિસર્ચરોનું કહેવું છે કે પરીક્ષા પહેલાં જો વિદ્યાર્થીઓને તેમને સપોર્ટ થાય એવી કોમેન્ટ્સ મળે, તેમના વિચારો કે ફોટોગ્રાફ્સને ફેસબુક પર ‘લાઇક્સ’ મળે તો તેમનું પર્ફોર્મન્સ સુધરે છે અને એના સ્કોર પર પણ અસર પડે છે.
http://sambhaavnews.com/

You might also like