તો શું આવો હશે શાઓમી MI 6, આપશે iPhone ને ટક્કર

અમદાવાદ: શાઓમી સ્માર્ટફોને ભારતમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. આ ચાઇનાની કેટલીક નામચીન કંપનીઓમાંની કંપની છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. કંપની પોતાના ગ્રાહકોને માત્ર ઓછી કિંમતમાં સારા ફીચર્સવાળા અને આકર્ષક લુક્સવાળા સ્માર્ટફોન આપી રહી છે.

કંપનીની એમઆઈ સીરીઝમાં શાઓમી એમઆઈ 4આઈ ફોન ઘણો લોકપ્રિય થઈ ગયો છે, જ્યારે કે એમઆઈ 4 પણ શાનદાર ફોન છે. તેના શાઓમી રેડમી નોટ 3એ ભારતીય માર્કેટમાં તહેલકો મચાવી દીધો છે. ઓછી કિંમત, મોટી સ્ક્રીન, પાવરફુલ રેમ, પ્રોસેસર અને બેટરી તમામ તાલમેલ યુઝર્સને ઘણા ગમી રહ્યા છે. એવો માહોલ કંપનીએ પોતાના નવા રેડમી નોટ 4 પણ જોવા મળી રહ્યો છે.

You might also like