10 કરોડની આ કારમાં ફરશે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ, જાણો શું છે એની ખાસિયતો

નવી દિલ્લી: ડોનાલ્ટ ટ્રમ્પે શુક્રવાર રાત્રીના 10:30 વાગ્યે ભારતીય સમય અનુસાર દુનિયાના સૌથી મોટી મહાશક્તિ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા. જણાવી દીઈએ કે ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિ ચુંટણી પૂર્વે રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિંટનને હરાવીને આ ચુંટણી જીતી હતી. પોતાની લગ્ઝરી લાઇફસ્ટાઈલ માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી હવે યુએસની ખાસ હાઈટેક સુપર સેફ પ્રેસિડેન્ટ કાર કૈડિલેક દ બીસ્ટમાં મુસાફરી કરતા જોવા મળશે.

ટ્રમ્પ જે ફરશે તેની બજાર કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. આ કારને જનરલ મોટર્સે મેન્યુફેક્ચર કરી છે. 800બીએચપીવાળી આ કારમાં સેફ્ટી ફિચર્સ સાથે ખાસ રીતે તૈયાર કરવામાં આવી છે. તમને જણાવી દીઈએ કે આ કારના દરવાજા 747 પ્લેન ડેટલા મજબૂત છે. આ કારમાં ઓક્સીજન સપ્લાઈની પણ વ્યવસ્થા છે. ઓક્સિજન માટે આ કારમાં પાછળની સાઇડ બૂટ સ્પેસમાં ઓક્સિજન સપ્લાય અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે.

યુ.એ.ના રાષ્ટ્રપતિની કારના કાચ એટલા મજબૂત છે કે તેમાં કોઈ પણ વિસ્ફોટની કોઈ અસર થતી નથી. પેટ્રોલ ટેન્કની સેફ્ટી માટે તેને સ્પેશિયલ ફોમ સાથે ડિઝાઈન કરવામાં આવી છે જે તેને ફાટતા અને અથડામણની પરિસ્થિતિમાં આગ લાગવાથી બચાવી શકે છે. આ કારમાં પાછળની બાજુ પ્રેસિડેન્ટ કમ્પાર્ટમેન્ટ છે જેનું પાર્ટિશન ગ્લાસથી બનાવવામાં આવ્યું છે. માત્ર પ્રેસિડન્ટ જ તેને હટાવી શકે છે. તેમાં પેનિક બટન પણ છે જે દબાવવાથી રાષ્ટ્રપતિ સુધી તરત જ મદદ પહોંચી જાય છે. આ કારના ટાયર પણ ઘણા મજબૂત બનાવવામાં આવ્યા છે અને આ એક બ્લાસ્ટ પ્રૂફ કાર છે.

You might also like