જાણો એવી જગ્યા વિશે જ્યાં ટ્રેન પસાર કરવા પ્લેન રોકવામાં આવે છે

દુનિયામાં એવી ઘણી બાબતો છે જે જોવામાં ભલે સામાન્ય લાગતી હોય પરંતુ તેઓ વિશે સાંભળીને આપણે આશ્ચર્યચકિત રહી જઈએ છીએ. જી, હાં, ન્યૂઝીલેન્ડમાં એક એવો ટ્રેક છે જે જોવામાં તો ઘણો સામાન્ય લાગે છે પરંતુ જ્યારે આ ટ્રેક પર એક સાથે ટ્રેન અને પ્લેન ઝડપ પકડે છે જ્યારે જોનારાઓ આશ્રર્યમાં પડી જાય છે. તમને જણાવી દઈએ કે જે એરપોર્ટ પર આ ટ્રેક બનેલો છે તેની વચ્ચોવચથી એક રેલવે ટ્રેક પણ પસાર થાય છે.

આ એરપોર્ટનું નામ ગિસબોર્ન એરપોર્ટ છે, જે નોર્થ આઇલેન્ડ પાસે આવેલું છે. અહીં સવારના 6:30 વાગ્યાથી લઈને 8:30 સુધી રેલ માર્ગ અને રનવે બંને જ બહુ વ્યસ્ત રહે છે. ત્યાર બાદ રાત્રીના 8:30 વાગ્યા પછી રનવે બંધ કરી દેવામાં આવે છે. તમને જણાવી દીઈએ કે આ રેલવે ટ્રેક રનવેની વચ્ચેવચ આવ્યો છે.

You might also like