માર્ચ પછી જીયોનો જોરદાર પ્લાન, માત્ર 100 રૂપિયાનો હશે ડેટા પ્લાન

ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ ભારતીય ટેલિકોમ માર્કેટમાં માત્ર પોતાની પકડ મજબૂત બનાવી છે એટલું જ નહિ પહેલાથી મોજૂદ મોટી કંપનીઓને કાંટાની ટક્કર પણ આપી છે. દેશની સૌથી મોટી કંપની એરટેલ ભારતી પણ હવે જીયોના અડગ ઇરાદાઓથી ગબરાયેલી છે. એરટેલે જ નહિ પણ દેશની અન્ય કંપનીઓએ પણ વોડાફોન, આડિયા જેવી કંપનીઓની પણ આ જ હાલત છે.

હવે રિલાયન્સ જીયો પોતાના માર્ચ પછીના પ્લાનને લઈને ચર્ચાઓમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની માર્ચ પછી પણ પોતાના ગ્રાહકોને ફ્રી વોઇસ કોલિંગ સુવિધા આપશે. જોકે, ડેટા પ્લાનના યુજર્સને 100 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. પરંતુ 100 રૂપિયામાં ઇંટરનેટ ડેટા ઉપલબ્ધ કરાવવાની સ્કીમે પણ અન્ય કંપનીઓની ઊંઘ હરામ કરી દીધી છે.

જણાવી દઈએ કે રિલાયન્સ જીયોએ પોતાની વેલકમ ઓફરને પૂરી થયા પછી પણ હેપ્પી ન્યૂ યર પ્લાન રજૂ કર્યો છે. જેમાં ડેટા લિમિટ ઘટક 4જીબી પ્રતિદિનથી 1 જીબી પ્રતિદિન કરી દેવામાં આવી છે.

રિલાયન્સ જીયોએ અત્યાર સુધી પોતાની આકર્ષક ઓફર શરૂ કરી છે જેમાં સેવાથી 72 મિલિયન સબ્સક્રાઇબર મેળવી લીધા છે, માર્ચના અંત સુધીમાં આની સંખ્યા 100 મિલિયન સુધી પહોંચવાની આશા છે.

You might also like