જુઓ હીરોની સુપરબાઇક, 620 ccની દમદાર બાઇક, કિંમત 4 લાખ રૂપિયા

આવતા વર્ષ સુધીમાં ઘણી સસ્તી સુપરબાઇક આવી રહી છે જે ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. ભારતીય બ્રાન્ડ હીરો પણ પોતાની સુપરબાઇક લોન્ચ કરવા જઈ રહી છે. હસ્ટર નામની આ બાઇકમાં 620 સીસીનું એન્જિન છે, જેનાથી બાઇક 3.8 સેકન્ડમાં 100ની ગતિ પકડી લે છે. આ બાઇક સપ્ટેમ્બર 2017 સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ બાઇકની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ છે. જુઓ આ બાઇક કેવી લાગે છે ફોટોમાં . . .

phpThumb_generated_thumbnail (3)phpThumb_generated_thumbnail (6)  phpThumb_generated_thumbnail (4) phpThumb_generated_thumbnail (5)
હીરો હસ્ટરમાં 78.9 બીએચપીનું એન્જિન લાગેલું છે જે 9600 આરપીએમની તાકત ઉત્પન્ન કરી શકે છે. આનું એન્જિન 7750 આરપીએમ પર 72 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે જે બાઇકને દમદાર બનાવે છે. એમાં 6 ગીયરની સાથે તેમાં 2 સિલિન્ડર ઇન્જિન છે જે બાઇકને 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપી શકે છે.

લુકમાં પણ આ બાઇક સંપૂર્ણપણે સ્પોર્ટ બાઇક જેવી લાગે છે તો પીળા અને ગ્રે શેડમાં લોન્ચ થવા જઈ રહી છે. એમાં લિક્વિડ કૂલ્ડ ડીઓએચસી 4 વાલ્વ પેરેલલ ટ્વિન એન્જિન લાગેલું છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે આ બાઇક પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખશે. સાથે જ તેમનું કહેવું છે કે તે પોતાના સેગ્મેન્ટમાં સૌથી જોરદાર બાઇક સાબિત થશે. આ બાઇકની કિંમત આશરે ચાર લાખ જેટલી આંકવામાં આવી રહી છે.

You might also like