માત્ર ચેઇન અને પટ્ટા વાળા જીન્સ આવ્યા માર્કેટમાં, કિંમત છે આટલી…

શું તમને યાદ છે જ્યારે જીન્સ ટ્રાઉઝર જેવા મળતા હતા? પછી સ્કીની જીન્સનો ટ્રેન્ડ આવ્યો, પછી હાઇ વેસ્ટેડ અને પછી ‘Mom’ કટ જીન્સ આવ્યું. પરંતુ આ વખતે જીન્સની નવી ડિઝાઇન જાહેર કરવામાં આવી છે અને તેને જોઈને તમે 100% આશ્ચર્ય પામશો.

જો તમે ક્યારેય તમારા જીન્સ પહેર્યાં છે અને વિચાર્યું છે કે આ જીનસમાં કેટલું ‘જિન્સ’ છે. હવે વિચારો તમારી પાસે 95% ઓછું જીન્સ હોય, તો સમજો કે એવું જીન્સ આવી દયું છે.

લોસ એન્જલસના એક ડેનિમ બ્રાન્ડના ડિઝાઇનર કિરમિન ડેનિમે એક નવા અને અનન્ય રીતે જિન્સ રજૂ કર્યું છે.

આ જીન્સને ‘એક્સ્ટ્રીમ કટ આઉટ જીન્સ’ નામ આપવામાં આવ્યું છે.

આ જીન્સને આ નામ આપવું સંપૂર્ણપણે યોગ્ય છે કારણ કે આ જિન્સમાં મોટાભાગની જગ્યાએથી કાપી નાંખવામાં આવી છે.

જો તમે વિચારી રહ્યા હો કે આ જીન્સની કિંમત ખૂબ ઓછી છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.

ભલે આ જીન્સમાં 20 ગ્રામ ફેબ્રિકનો ઉપયોગ કર્યો હોય પરંતુ આ જિન્સની કિંમત રૂ. 12,000-20,000 સુધી છે.

You might also like