આ છે સ્ટાઇલિશ ઇલેક્ટ્રિક સ્કાર્ફ, કડકડતી ઠંડીમાં આપે ગરમાવો

નવી દિલ્લી: ડિસેમ્બર મહિનામાં શરૂ થતી ઠંડી અચાનક વધી ચૂકી છે. કડકડતી ઠંડીમાં ઠંડી હવાથી બચવા માટે લોકો કાન પર સ્કાર્ફ બાંધે છે. જોકે, કેટલાક લોકો એવા પણ છે જેઓ શરમને કારણે સ્કાર્ફ બાંધતા નથી. પરંતુ હવે ચિંતાની કોઈ વાત નથી. એક એવું ઇલેક્ટ્રિક્ટ સ્કાર્ફ આવી ગયું છે જે કોઈ પણ બાંધી શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કાર્ફને બાંધ્યા પછી તમે સ્ટાઇલિશ લાગશો. કેમ કે આ જોવામાં હેડફોની જેમ જ લાગે છે. એને ડોએલ કંપનીએ બનાવ્યો છે અને આ માર્કેટમાં પણ પ્રાપ્ય છે.

ડોએલ ઇલેક્ટ્રિક સ્કાર્ફને પર્સનલ એસી પ્રમાણે જાણીતું છે. આ એક વેરેબલ હીટીંગ અને કુલિંગ ડિવાઇસ છે. કંપનીએ આને ઘણી સાઇઝમાં પોતાના યુઝર્સ માટે બનાવ્યું છે. તેને તમે પોતાના નાક પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. આ ઇલેક્ટ્રિક સ્કાર્ફને બહુ આસાનીથી વાપરી શકાય છે. તેની એક બીજી ખાસ વાત છે કે આ કોઈ પણ વાતાવરણમાં વાપરી શકાય છે. આ વજનમાં ઘણું હલકું છે અને સ્કાર્ફ શરદીમાં ગરમી આપવાની સાથે ગરમીમાં ઠંડક પણ આપી છે.

You might also like