આ રીતે જાણો છેલ્લા 6 મહિનામાં ક્યાં થયો તમારા Aadhaar કાર્ડનો ઉપયોગ

જો તમે તમારા આધાર કાર્ડ ઓથેન્ટિકેશન, તથા છેલ્લા છ મહિલાના દરમિયાન આધારનો ક્યાં ઉપયોગ થયો છે, તે ઘરે બેઠા જાણવા માંગો છો, તો આ શક્ય છે. આટલું જ નહી પરંતુ તમે એ પણ જાણી શકો છો કે તમારા આધાર અંગે કોઇ ખોટો ઉપયોગ તો નથી થયો.

અહીં આપવામાં આવેલી કેટલીક ટિપ્સનો ઉપયોગ કરીને તમે જાણકારી મેળવી શકો છો. જો તમને લાગે છે કે તમારા આધારનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો તેના વિરુદ્ધ તમે ફરિયાદ પણ નોંધાવી શકો છો.

UIADIએ પોતાની વેબસાઇટ પર કહ્યું છે કે આ સુવિધાનો ઉપયોગ ઓથેન્ટિકેશન ડિટેલ જોવા અને આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી (નોટિફિકેશન) ડેટા પ્રાપ્ત કરવા થઇ શકે છે. ઉપરાંત આ સુવિધાનો ઓનલાઇન ઉપયોગ કરવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવેલ મોબાઇલ નંબરની જરૂર પડશે.

આ રીતે જાણો આધાર ડિટેલ :

1. સૌથી પહેલા પોતાના બ્રાઉઝર વિન્ડો પર યૂઆરએલ ‘https://resident.uidai.gov.in/notification-aadhaar’ ને પેસ્ટ કરો.
2. યૂઆરએલ પેસ્ટ કર્યા બાદ રિક્વેસ્ટ બોક્સમાં પોતાના 12- ડિજીટના આધાર નંબર નાંખો અને નીચે સિક્યોરિટી કોડમાં રાઇટ કી તરફ દર્શાવેલ નંબરને લખવો.

3. ત્યારબાદ ‘Generate OTP’ પર ક્લિક કરો. OTP તમારા રજિસ્ટ્રેશન કરવામાં આવેલ મોબાઇલ નંબર પર જોવા મળશે.
4. હવે એક પેજ ઓપન થશે, જ્યાં તમને કેટલા સમયનો ડેટા જોવા માંગો છો થી લઇને OTP નોંધવા માટે કહેવામાં આવશે.

5. અહીં એ વાતનું ધ્યાન રાખવું કે યૂઝર્સ માત્ર 6 મહીનાનો ડેટા જોઇ શકશે. આમ કરવા પર તમારી સામે તારીખ, સમય સાથે આધાર કાર્ડ અંગેની તમામ માહિતી મેળવી શકો છો.

આ દરમિયાન જો તમને આધારની હિસ્ટ્રીમાં કંઇ શંકાસ્પદ બાબત જાણવા મળે છે તો તમે UIDAI ને 1945 પર કોલ કરી તેની ફરિયાદ નોંધાવી શકો છો.a

You might also like