દોડાદોડી ના કરો, નજીકમાં કયું ATM ચાલુ છે તે અોનલાઈન જાણો

અમદાવાદ: શહેરીજનોને એટીએમમાંથી પૈસા ઉપાડવા લાંબી લાઇનમાં ઊભાં રહેવું પડે છે. ક્યારેક વારો આવે ત્યારે પૈસા ખૂટી જવાથી બીજું એટીએમ શોધવું પડે છે, પરંતુ તમારી નજીક અેટીએમ ક્યાં છે અને તે ચાલુ છે કે નહીં તે અોનલાઈન જોઈ શકાય છે.
www.atmfinder.cms.comની વેબસાઇટ ખોલીને સ્ટેટ અને સિટીનું નામ સિલેક્ટ કરશે એટલે અમદાવાદના ૧૮૮ એટીએમનું લિસ્ટ સરનામા સાથે ઓનસ્ક્રીન થશે અને એ પણ જેટલાં ચાલુ એટીએમ હશે તે જ ઓનસ્ક્રીન દેખાશે. અા જ પેજ પર એટીએમની િવગત સામે Down? click here પર વિકલ્પ આપ્યો હશે. વ્યક્તિ એટીએમ પર પહોંચે અને કેશ ખલાસ થઇ ગઇ હોય અને Down ક્લિક કરે તો કંપનીને તુરત જ એલર્ટ મેસેજ મળી જશે.

આ ઉપરાંત www.moneyarbor.com પર સિટી સિલેક્ટ કરવાથી બેન્કનું નામ, એટીએમ અને વિસ્તાર ઓનસ્ક્રીન થશે. જ્યારે www.atmindia.com પર પણ એટીએમનું લોકેશન સર્ચ કરવાથી ઓલ અવર ઇન્ડિયાનાં તમામ એટીએમ વિગતો સાથે ઓનસ્ક્રીન જોઇ શકાશે.એટીએમ શોધવા માટે સમય બગાડતા અને એટીએમ મળી ગયા પછી લાઇનમાં ઊભાં રહીને કેશ ખલાસ થાય તો અન્ય વિકલ્પ શોધતા ખાતાધારકને આવી કડાકૂટમાં પડવાની જરૂર રહેશે નહીં. મોબાઇલ કે કમ્પ્યૂટર પર એક જ ક્લિકથી એટીએમ ચાલુ છે કે કેમ વિસ્તાર-બેન્ક અને સરનામા સાથેની તમામ વિગતો ખાતાધારક સહેલાઇથી મેળવી શકશે.
www.bankatmlocator.in વેબસાઈટ પરથી પણ અેટીએમની સ્થિતિ જાણી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂ.પ૦૦ અને ૧૦૦ની ચલણી નોટ રદ થયાની જાહેરાત બાદ ૯ અને ૧૦ નવેમ્બર બે દિવસ એટીએમ બંધ રહ્યાં હતાં. ૧૧મીએ એટીએમ ખૂલતાંની સાથે લાંબી લાઇન અને સતત ઉપાડને કારણે એટીએમમાં કેશ ખલાઇ થઇ જતી હોવાના અનેક બનાવો બન્યા હતા. એક એટીએમમાં ૮.૮ લાખ રૂપિયાની રકમ ૧૦૦ની નોટથી ભરી શકાય છે. જેથી માત્ર ૪૦૦ લોકોને એક એટીએમ સેવા આપી શકે. અમદાવાદમાં ૧પ હજારથી વધુ એટીએમને હજુ પ૦૦ કે ર૦૦૦ની રૂપિયાની નવી નોટ મળવામાં સમય લાગી શકે છે. આ સંજોગોમાં ધક્કો ખાતા પહેલાં સમય શકિત, નાણાંના બચાવ માટે ઓનલાઇન એટીએમ સર્ચ કરવાં હિતાવહ છે.

You might also like