…તો આ દિવાળીએ ગોવા-કાશ્મીર કરતાં પણ ઓછા પૈસામાં કરો વિદેશ યાત્રા

સસ્તું ખાવાનું અને જોરદાર શોપિંગ માટે તમે વિયેતનામની સફર કરી શકો છો. અહીં તમે વિયેતનામી લબાબેદાર ડિશની મજા ફક્ત 66 રૂપિયામાં લઇ શકો છો. 200 રૂપિયા સુધીનો રૂમ પણ બુક કરાવી શકો છો.

vietnaama

થાઇલેન્ડનું નામ લેતા જ બીચ અને પાર્ટીની યાદ આવવા લાગે છે. આ દેશ સુંદર હોવાની સાથે સાથે ખૂબ સસ્તો પણ છે. અહીં તમને 250 રૂપિયા સુધીમાં રૂમ મળી જશે અને 200 રૂપિયામાં જમવાનું પણ મળી જશે.

thailand-1

નેપાળને મુખ્ય રીતે પ્રાકૃતિક સૌંદર્યની રીતે માનવામાં આવ છે. અહીં ફક્ત 600 રૂપિયામાં ત્રણ સમયનું ભોજન લઇ શકો છો. 270 રૂપિયામાં તમે હોટલનો રૂમ પણ બુક કરાવી શકો છો. જો કે ગત વર્ષે આવેલા વરસાદે ખૂબ તબાહી મચાવી હતી, પરંતુ ફરીથી આ દેશ પર્યટકો આવવા લાગ્યા છે.

nepal

પેરુ એવો દેશ છે જેમાં તમે કૂલ અને મેજિકલ પ્લેસની મજા આ દેશમાં ઓછા બજેટમાં લઇ શકો છો. અહીં તમને માત્ર 500 રૂપિયામાં રૂમ અને 350 રૂપિયા સુધીમાં એક સમયનું જમવાનું મળી શકે છે.

peru

નિકારાગુઆ માટે કહેવામાં આવે છે કે આ એક નવું કોસ્ટારિકા છે. મધ્ય અમેરિકાનો આ દેશ ખૂબ જાણીતી જગ્યા છે. અહીંયા પહોંચ્યા બાદ તમારે કોઇ ચીજ વસ્તુમાં વધારે ખર્ચ કરવો પડશે નહીં. અહીં એક રૂમ 350 રૂપિયામાં બૂક કરાવી શકો છો. જમવા માટે ફક્ત 150 રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

nicaragua

લાઓસ સાઉથ ઇસ્ટ એશિયન દેશ છે. આ સુંદર પહાડો માટે જાણીતું છે. અહીં બુદ્ધિષ્ટ મોનેસ્ટરીની સાથે ખૂબ જ સુંદર જગ્યા છે. અહીં તમે 700 થી 2000 સુધીમાં એક રાતનો રૂમ લઇ શકો છો. 70 રૂપિયામાં સ્ટ્રીટ ફૂડની મજા લઇ શકો છો.

laos

ઇન્ડોનેશિયા એક એવી જગ્યા છે જ્યાં તમે તમારી રજાઓ નેચરલ બ્યુટી માણી શકો છો. અહીંયા ખાવું પીવું અને રહેવાનું તમારા બજેટમાં છે. ઇન્ડોનેશિયામાં માત્ર તમે 67 રૂપિયામાં ડિનર કરી શકો છો. અહીં તમે લગભગ 250 રૂપિયામાં હોટલ બુક કરાવી શકો છો.

indonasiya

કમ્બોડિયાને પહેલા કંપૂચિયાના નામથી ઓળખવામાં આવતો હતો. અહીં હોટલમાં 250 રૂપિયા સુધીનો રૂમ બુક કરાવી શકો છો અને 300 રૂપિયામાં જમવાની મજા લઇ શકો છો.

cambodia

ચીનમાં ફરવા માટે તમારે બજેટને વધારવું પડશે નહીં. અહીં એક સ્થળથી બીજા સ્થળ જવા માટે 66 રૂપિયા ખર્ચ કરવો પડે છે. અહીં તમે 300 રૂપિયામાં રૂમ અને 150 રૂપિયામાં જમાવનો આનંદ લઇ શકો છો.

china

બુલગારિયા ઇસ્ટ યુરોપમાં છે. આમ તો યૂરોપ, સાઉથ ઇસ્ટ એશિયા અને અમેરિકાથી વધારે મોંઘુ છે, પરંતુ બુલ્ગારિયામાં જમવાનું વેસ્ટર્ન કુજિનથી પણ સસ્તું છે. અહીં 1 લીટર બિયર 130 રૂપિયામાં મળી જાય છે. અહીં તમે 600 રૂપિયામાં રૂમ બુક કરીને 250 રૂપિયામાં જમવાનું જમી શકો છો.

bulgaria

You might also like