લોન્ચ થયો સૌથી સસ્તો સ્માર્ટફોન, બુકિંગ આજથી શરૂ, કિંમત 251 રૂપિયા

નવી દિલ્હી; આપણા દેશમાં બનેલા અને સૌથી સસ્તો સ્માર્ટફોન મેળવવાનો રસ્તો ખુલી ગયો છે. મોબાઇલ હેન્ડસેટ બનાવનાર કંપની રિગિંગ બેલ્સ ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. આ ફોન ફક્ત 251 રૂપિયામાં ખરીદી શકાશે. હાલમાં આપણા દેશમાં સૌથી સસ્તો સ્માર્ટફોન 1500 રૂપિયામાં ઉપલબ્ધ છે.

કીંમતના આધારે આ સ્માર્ટફોનનું નામ ફ્રીડમ-251 રાખવામાં આવ્યું છે. રક્ષામંત્રી મનોહર પર્રિકરે બુધવારે આ ફોન લોન્ચ કર્યો. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહાત્વાકાંક્ષી યોજના મેક ઇન ઇન્ડીયા અને ડિજિટલ ઇન્ડિયાના સશક્ત બનાવા માટે આ પ્રકારની પ્રોડક્ટ્સને સારો પ્રયત્ન ગણવામાં આવી રહ્યો છે. જેને લઇને કંપનીઓ આગળ આવી રહી છે.

fredom-251-1સુવિધામાં મોટા સ્માર્ટફોનને આકરી ટક્કર
તેની સ્ક્રીન 4 ઇંચની છે જે બજારમાં ઉપલબ્ધ ઘણા સ્માર્ટફોનને ટક્કર આપી રહી છે. તેમાં 1.3 ghz ક્વાડકોરનું પ્રોસેસર છે સાથે જ 1GB રેમ હોવાથી તેની સ્પીડ પણ ઘણી સારી છે. આ સસ્તા ફોનમાં તમને બે સિમની સુવિધા પણ મળી રહી છે. મતલબ કે એક ફોનમાં બે નંબરની સુવિધા. તેની ઇન્ટરનલ મેમરી 8GB છે. ફોટો, વીડિયો, ફિલ્મમ, નોટ્સ વગેરે સ્ટોર કરવાની ક્ષમતા આ રેન્જના ફોનમાં અનોખી છે.

fredom-251-2સેલ્ફીના ક્રેજી લોકો માટે બજેટ ઓપ્શન
કેમેરાની વાત કરીઈ તો આ ફોનમાં રિયર કેમેરો 3.2 MPનો છે અને ફ્રન્ટ કેમેરો એટલે કે સેલ્ફી માટે 0.3 મેગા પિક્સલનો છે. આ ફોનની બેટરી 1450mah છે, એટલે કે દિવસભર ફોનનો ઉપયોગ કરી શકો તો પણ આખો દિવસ બેટરી ચાલતી રહેશે. ફોનની સાથે એક વર્ષની વોરંટી આપવામાં આવી રહી છે.

18-21 ફેબ્રુઆરીના રોજ બુકીંગ, 30 જૂન સુધી ડિલિવરી

ભારતીય બજારમાં આ અનોખા સ્માર્ટફોનનું બુકીંગ 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 6 વાગ્યાથી શરૂ થઇ રહ્યું છે. તેનું બુકીંગ 21 ફેબ્રુઆરી સાંજે 8 વાગ્યા સુધી કરી શકાશે. કંપનીએ આ વર્ષે 30 જૂન સુધી આ સ્માર્ટફોની ડિલિવરી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.

fredom-251-4રિલાયન્સને આકરો પડકાર
ફોન બનાવનાર કંપનીએ જણાવ્યું હતું કે હાલમાં આ ફોન માટે ઘણી જરૂરી વસ્તુઓ આયાત કરવામાં આવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં કંપનીનો હેતું ઘણા શાનદાર ફીચર્સની સાથે આ ફોનને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવાનો છે. આ ફોન આવવાથી રિલાયન્સ માટે પડકાર વધી ગયો છે. રિલાયન્સે થોડા દિવસો પહેલાં 999 રૂપિયામાં સ્માર્ટફોન લાવવાનો વાયદો કર્યો હતો.

fredom-251-5પ્રી-ઇન્સ્ટોલ હશે કેન્દ્ર સરકારની યોજનાની એપ્સ
સામાન્ય માણસ માટે આ ફોનનો ઉપયોગ કરવો એક સરળ હશે. તેમાં ખાસકરીને મહિલાઓ અને માછીમારો માટે જરૂરી ખાસ એપ્સ પ્રી-ઇન્સ્ટોલ્ડ હશે. આ ફોનમાં કેન્દ્ર સરકારની ઘણી મહત્વપૂર્ણ યોજનાઓની એપ્સ પણ પહેલાંથી ઇન્સ્ટોલ હશે.

You might also like