મધવાળી ફ્રૂટ ખીર

સામગ્રી

1 કપ ચોખા

2 કપ દૂધ

20-25 બદામ (પલાડેલી અને છાલ ઉતારેલી)

1 સફરજન (બારીક કટ કરેલુ)

બનાવવાની રીતઃ મિક્ચરમાં દૂધ અને બદામ બરોબર મિક્સ કરી લો. ભાતમાં અલગથી થોડુ પાણી અને દૂધ મિક્સ કરીને મીડિયમ આંચ પર તેને ચઢવા દો. હવે જ્યારે તે ક્રીમી અને ઘાટ્ટુ બને એટલે તેમાં મઘ એડ કરો અને ગેસ બંધ કરી દો. હવે તેમાં સફરજનના ટુકડા એડ કરીને ગરમા ગરમ સર્વ કરો. જો તમે ખીર ઠંડી કરીને ખાવા માંગતા હોવ તો તેને ફ્રીજમાં થોડા સમય માટે ઠંડી કરવા રાખો.

http://sambhaavnews.com/

You might also like