600 વર્ષ પછી બદલવામાં આવ્યું ભગવાન બદ્રીનાથનું છત્ર

ગઢવાલ હિમાલય સ્થિત ભગવાન બદ્રીનાથ શ્રી વિગ્રહ ઉપર બુધવારે 4 કિલોગ્રામ સોનું અને રત્નોથી જડિત નવું છત્ર ચડાવાયું. આ છત્રને લુધિયાણા (પંજાબ)ના જ્ઞાનસેન સૂદ પરિવારે પોતાના દાદા મુત્ફ મહારાજની સ્મૃતિમાં ચડાવ્યું છે.

બદ્રીનાથ ધામથી સંબંધિત સાક્ષ્યો મુજબ, 600 વર્ષ પહેલા ગ્વાલિયરની મહારાણીએ સ્વર્ણ છત્ર ચડાવ્યું હતું અને 600 વર્ષ પછી બદ્રીનાથ ભગવાનનું છત્ર બદલવામાં આવ્યું છે.

વર્ષ 2017માં લીધો હતો સંકલ્પ:

છત્ર ચડાવનારા પરિવારના 300થી વધુ લોકો શ્રી બદ્રીવિશાળના આ સ્વર્ણ છત્રની પૂજા અને ભગવાનની અર્ચનાની સાક્ષી બનવા માટે પહોંચ્યા હતા. ભગવાન બદ્રીવિશાળના શ્રી વિગ્રહ પર છક્ષ ચડાવવાનો સંકલ્પ  આ પરિવારે ગત વર્ષે એટલે કે 2017માં લીધો હતો. સૂદ પરિવાર બુધવારે સવારે આ સ્વર્ણ છત્ર ચડાવવાનો હતો, પરંતુ વરસાદ થવાને કારણે સાંજે 5 કલાકે છત્રને મંત્રો અને વેદ ધ્વનિઓ સાથે ભગવાનને સમર્પિત કર્યું.

હેલિકોપ્ટરથી પહોંચાડાયું  છત્ર:

ઉલ્લેખનીય છે કે, સૂદ પરિવારના દાદા ગુરુ મહર્ષિ મુત્ફજીએ 1918માં પહેલી વખત શ્રી બદ્રીનાથ ધામની યાત્રા કરી હતી. તેમની યાત્રાની શતાબ્ધીને લઈને જ સદગુરુ દેવ સંત પ્રતિમા મહારાજના સાંનિધ્યમાં મહર્ષિ  મુત્ફ બદ્રીનાથ યાત્રા શતાબ્દી ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે આ છત્ર સમર્પિત કરાયું. બદ્રીવિશાળમાં ભગવાનના શ્રી વિગ્રહ પર ચડાવવામાં આવનારું છત્ર બુધવારે સવારે હેલિકોપ્ટરથી બદ્રીનાથ પહોંચાડાયું હતું.

You might also like