ચાર્લી ચેપ્લિનના ૧૨૮મા જન્મ-દિને બન્યો અનોખો રેકોર્ડ

કોમેડીના બાપ ગણાતા પ ચાર્લી ચેપ્લિનની ગયા રવિવારે જન્મ જયંતી હતી. વર્ષો થઈ ગયા પછીય ચાર્લીના ચાહકો તો દુનિયાના દરેક છેડે મળી આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના ચાહકોએ તેમના ૧૨૮માં જન્મદિવસે એક વિશ્વવિક્રમ બનાવી દીધો. સ્વિટ્ઝર્લેન્ડમાં જ્યાં તેમનું ખાસ મ્યુઝિયમ પણ છે એવા કોર્સિઅર-સર-વીવી ગામમાં  આવેલા ચાર્લીના જૂના ઘર પાસે ૬૦૦થી વધુ લોકોએ ચાર્લી ચેપ્લિન બનીને ભેગા થવાનું નક્કી કર્યું હતું.

રવિવારે કુલ ૬૬૨ લોકો ચાર્લી ચેપ્લિન જેવી મૂછો, હેટ અને લાકડી લઈને તેમના જૂના ઘર પાસે ભેગા થઈ ગયા હતા. આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે યુરોપભરમાંથી ચાર્લીના ચાહકો આવ્યા હતા અને એક જગ્યાએ  સૌથી વધુ ચાર્લી લુક- અલાઈકનો વિક્રમ બનાવીને કોમેડિયનને શ્રદ્ધાંજલિ આપી હતી. ચાર્લી ચેપ્લિનનો જન્મ ૧૮૮૯ની ૧૬ એપ્રિલે થયો હતો. અને તેમનું ૮૮ વર્ષની ઉંમરે ૧૯૭૭માં ૨૫ ડિસેમ્બરે અવસાન થયું  હતું.

http://sambhaavnews.com/

You might also like