ચાર્લ્સ શોભરાજને હાર્ટની બીમારીઃ શનિવારે વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી

કાઠમંડુ: નેપાળની એક જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલ અને દુનિયાભરમાં ‘બિ‌િકની કિલર’ના નામથી ઓળખાતા અપરાધી ચાર્લ્સ શોભરાજને હૃદયરોગની ગંભીર બીમારી છે અને શનિવારે કાઠમંડુની એક હોસ્પિટલમાં તેની ઓપન હાર્ટ સર્જરી થનાર છે. ૨૦૦૩માં કાઠમંડુના એક કે‌િસનોમાંથી ચાર્લ્સ શોભરાજની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાં એક હત્યાના કેસમાં તે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.

૭૩ વર્ષના ચાર્લ્સ શોભરાજની પેરિસમાં હાર્ટ સર્જરી માટે સજામાં છૂટછાટ મળે એવી તેની માગણી છે. શોભરાજ ફ્રાન્સનો નાગરિક છે. થોડા િદવસ પહેલાં શોભરાજને જેલમાં જ હાર્ટએટેક આવ્યો હતો અને હવે કાઠમંડુ સ્થિત ગંગાલાલ હાર્ટ સેન્ટરમાં શનિવારે તેની વાલ્વ રિપ્લેસમેન્ટ (ઓપન હાર્ટ સર્જરી) થનાર છે.

ચાર્લ્સ શોભરાજની સારવાર કરી રહેલા ડોક્ટરોનું માનવું છે કે શોભરાજની હાલત ગંભીર છે અને તેના પર તત્કાળ વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરવાની જરૂર છે અને તેથી ૧૦ જૂને તેની સર્જરી કરવામાં આવશે. ચાર્લ્સ શોભરાજ વિયેતનામ અને ભારતીય મૂળનો સિરિયલ કિલર છે.

http://sambhaavnews.com/

You might also like